સિંગણપોર ચાર રસ્તા પાસે ખોદકામ વખતે ગેસ લાઇનમાં ભંગાણ થતા 10 ફૂટ ઉપર આગના ફુવારા ઉડયા

[ad_1]

– ત્યાંથી પસાર થતા બે વ્યક્તિ દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત શનિવાર

સિંગણપોર ચાર રસ્તા પાસે આજે સવારે પાલિકા દ્વારા રોડના ખોદકામ કરતી વખતે ગેસ લાઇનમાં ભંગાણ થયો હતો જેના લીધે ગેસ લીકેજ થતા ૧૦થી ૧૫ ફૂટ આગના ઊંચા ફુવારા ઉડયા હતા. જેમાં ત્યાંથી પસાર થતાં બે વ્યક્તિઓ દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતા.

ફાયર બિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ડભોલી થી સિંગણપુર ચાર રસ્તા જતા રોડ પર નિર્મળ નગર પાસે આજે સવારે પાલિકા દ્વારા પાણી લાઇનના રીપેરીંગ કરવા ખોદકામ કરતા હતા. તે સમયે અચાનક કેટલી લાઈનમાં ભંગાણ પડવાથી આગ ફાટી નીકળી હતી જેથી આગની જાવળાના ૧૦થી ૧૫ ફૂટ ઊંચા ફુવારા ઉડયા હતા જેના લીધે ત્યાંથી પસાર થતાં 41 વર્ષીય મુકેશભાઈ ઝાંઝમેરા અને જાગૃતીબેન ઝાંઝમેરા ( ઉ- વ- 38 – બંને રહે – વેડરોડ) હાથના ભાગે દાઝી ગયા હતા. જેના લીધે ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.

આ અંગે જાણ થતા ગેસ કંપની તથા વીજ કંપની અને ફાયર ઓફિસર રમેશ સેલર સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. ત્યાં ગેસ લાઇન બંધ કરાવી હતી. બાદમાં ફાયર જવાનોએ પાણીનો છંટકાવ કરી થોડા સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે દાઝી ગયેલા બંને વ્યક્તિને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *