[ad_1]
– અજાણ્યાએ ફોન કરી 4 ટકા વ્યાજ અને માસિક રૂ. 5094 નો હપ્તાનું કહ્યું, લાલચમાં આવી વિક્રેતાએ આઘારકાર્ડ, પાનકાર્ડ અને બેંકની માહિતી મોકલાવી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
ડુમસના વાસી ફળીયામાં રહેતા શાકભાજી વિક્રેતાને સસ્તા દરે રૂ. 2 લાખની લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજે આઘારકાર્ડ, પાનકાર્ડ અને બેંકની માહિતી મેળવી લઇ બેંક એકાઉન્ટ હેક કરી તેમાંથી રૂ. 99,000 તફડાવી લેવા ઉપરાંત અલગ-અલગ ચાર્જીસ પેટે પણ રૂપિયા પડાવી લીધાની ફરીયાદ ડુમસ પોલીસમાં નોંધાય છે.
ડુમસના વાસી ફળીયામાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પુનીત નવીન પટેલ (ઉ.વ. 30) પર ગત ઓગસ્ટ મહિનામાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે વાર્ષિક 4 ટકાના વ્યાજ દર અને માસિક રૂ. 5094 ના હપ્તાથી રૂ. 2 લાખની લોન અપાવવાની લાલચ આપી હતી. સસ્તા વ્યાજ દરે લોનની લાલચમાં પુનીતે પોતાનો આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જે તે નંબર પર વ્હોટ્સએપ પર મોકલાવ્યા હતા. ત્યાર બાદ લોન એપ્રુવલ ચાર્જ પેટે રૂ. 2250, લોન ઇન્સ્યોરન્સ પેટે રૂ. 9400 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે ટીડીએસ માટે રૂ. 15,500 ટ્રાન્સફર કરવાનો ઇન્કાર કરતા ભેજાબાજે અભિષેક મોંડલ નામની વ્યક્તિ સાથે વાતચીત કરાવી લોન સેક્શનની ફેક પીડીએફ ફાઇલમાં લેટર મોકલાવ્યો હતો. તેમ છતા પુનીતે ટીડીએસ ભરપાઇ કર્યો ન હતો પરંતુ તેના બેંક એકાઉન્ટ હેક કરી ભેજાબાજે રૂ. 99,000 ઉપાડી લીધા હતા.
[ad_2]
Source link