સચિનમાં ચોરને લાઇટના પોલ સાથે બાંધી ફટકા વડે મરાતા મોત

[ad_1]

– રાત્રે બે વાગ્યે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા લોકો જાગી ગયા, ગંભીર હાલતમાં સિવિલમાં લાવતા મૃત જાહેર કર્યો

સુરત
સચિન ગુ. હા. બોર્ડ વિસ્તારની શ્રી રામનગર સોસાયટીમાં ચોરી કરવા ઘુસેલા ચોરને લોકોએ પકડીને લાઇટના પોલ સાથે બાંધી ઢીકમુક્કી અને લાકડાના ફટકા વડે માર મારતા મોત થતા સચિન પોલીસ દોડતી થઇ ગઇ છે. જો કે પોલીસે ચોરને મોતને ઘાટ ઉતારનાર સાતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
સચિન ગુ. હા. બોર્ડ નજીક શ્રી રામનગર સોસાયટીમાં રહેતા શીવા ગંગારામ પાલના ઘરમાં ચોરી કરવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ અવાજ આવતા શીવા જાગી જતા ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શીવાએ બુમાબુમ કરતા તેના રૂમ પાર્ટનર અને આજુબાજુના ઘરમાં રહેતા લોકો જાગી જતા પકડીને લાઇટના પોલ સાથે બાંધી દઇ માર માર્યો હતો. ચોરને તે કયાં રહે છે, કોને ત્યાં ચોરી કરવા આવ્યો છે તેવું પુછપરછ કરતી વેળા ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત લાકડાના ફટકા મારતા તેને ગંભીર ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા સચિન પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્ત ચોરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સચિન પોલીસની તપાસમાં મૃતક સચિન વિસ્તારના ઇંટના ભઠ્ઠીમાં કામ કરતો અને ત્યાં જ રહેતો સમાધાન મગન કોળી (ઉ.વ. 20 મૂળ રહે. જૈતપીર, તા. અમલનેર, જલગાંવ, મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમાધાનને માર મારનાર સોસાયટીના રહેવાસી શીવા ગંગારામ પાલ, સુબોધસીંગ શ્રીસુરેશ રામ, લક્ષ્મીમાધવ ઉર્ફે કોકો મહંતી, સુરેન્દ્ર જવાહર મહંતો, દેવરાજ રામનાથ વિશ્વકર્મા, સુનીલ શ્રીદાલકિશન પ્રસાદ, પપ્પુકુમાર મુદ્રિકાપ્રસાદ વર્મા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *