[ad_1]
મહેસાણા,તા.૨૬
ખેરાલુ તાલુકાના ભાઠપુરા-મલેકપુર ગામમાં સગાઈ તોડવાના
મુદ્દે બે પરિવારો વચ્ચે તકરાર સર્જાતા ધિંગાણામાં બે મહિલા સહિત ત્રણ વ્યકિતને
નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અંગે સામસામે ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે
પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
ભાઠપુરા-મલેકપુરમાં રહેતા વિનુજી ઠાકોરની દિકરી કિંજલ ઉર્ફે
નિરમાની સગાઈ છ માસ પહેલાં તેની કૌટુંબિક ફોઈ સોનલબેન પોતાના સાસરીમાં કૌટુંબી
દિયર વિપુલ સુરજજી ઠાકોર સાથે કરાવી હતી.પરંતુ તેની સાથે મનદુખ થતાં સગાઈ રાખવાની
યુવતીએ ના પાડી હતી.જેથી આ મામલે બ્રાહ્મણવાડાથી તેણીના ફોઈ, ફૂઆ રાજુ વિરમજી
ઠાકોર અને વિપુલ મગનજી ઠાકોર આવ્યા હતા. જેમાં બન્ને પરિવારો વચ્ચે મામલો બીચકતાં
લોખંડની પાઈપ ફટકારતા તેમજ ગડદાપાટુનો માર મારતા ત્રણ વ્યકિતને ઈજાઓ થઈ હતી. જેથી
તેઓને સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે ખેરાલુ પોલીસ મથકે સામસામે ફરીયાદ
નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે બન્ને પરિવારના ૭ શખસો સામે ગુનો દાખલ
કર્યો હતો.
[ad_2]
Source link
Leave a Reply