[ad_1]
હાઈલાઈટ્સ:
- કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્ય લગ્નના બંધનમાં બંધાઈ ગઈ.
- રિસેપ્શનમાં શ્રદ્ધા આર્યા સાડીમાં પણ સુંદર લાગી રહી હતી.
- પરિવારના લોકો ખા મિત્રોને મળ્યુ હતું રિસેપ્શનનું આમંત્રણ.

દુલ્હનના વેશમાં પ્રીતાની તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી હતી. શ્રદ્ધા આર્યાના લગ્નના વિવિધ વીડિયો પણ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રદ્ધા લગ્નના મંડપમાં જતા પહેલા પોતાના થનારા પતિ રાહુલને બુમ પાડીને કહે છે કે, રાહુલ આવો અને મને ઉંચકીને લઈ જાઓ. શ્રદ્ધાના લગ્નનની તમામ રસમોના વીડિયો અને ફોટોસ પરથી કહી શકાય કે, તેણે પોતાના લગ્નમાં ખુબ મજા કરી છે.

લગ્ન પછી હવે શ્રદ્ધા અને રાહુલના વેડિંગના રિસેપ્શનની તસવીરો સામે આવી છે. 17મી નવેમ્બરના રોજ શ્રદ્ધા આર્યાનું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યુ હતું. આ રિસેપ્શનમાં પરિવારના લોકો સિવાય અમુક નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. રિસેપ્શનના દિવસે શ્રદ્ધાએ સાડી પહેરી હતી અને રાહુલે સૂટ પહેર્યો હતો. શ્રદ્ધા સાડીમાં સિંપલ અને સુંદર લાગી રહી હતી.
પરણી ગઈ શ્રદ્ધા આર્યા, ઊંચકીને મંડપમાં લઈ ગયો હતો પતિ, વિદાયમાં બહેનપણીઓ સાથે કરી મસ્તી
રિસેપ્શન પર નવપરીણિત યુગલે કેક પણ કાપી હતી. લગ્નની જેમ શ્રદ્ધા આર્યાએ રિસેપ્શનમાં પણ ખૂબ મસ્તી કરી હતી. નેહા અધ્વિક મહાજને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શ્રદ્ધા સાથેની અમુક તસવીરો શેર કરી છે. શ્રદ્ધા અને રાહુલની કેક પણ ઘણી સુંદર હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ નેહાનો ફેમિલી ફ્રેન્ડ છે અને તે દિલ્હીનો નિવાસી છે. લગ્નની છેલ્લી ઘડી સુધી શ્રદ્ધા આર્યાએ પોતાના પતિની ઓળખ છુપી રાખી હતી. છેવટે જાન આવી ત્યારે રાહુલનો ચહેરો જોવા મળ્યો હતો. અગાઉ શ્રદ્ધાએ મહેંદી સેરેમનીની ઝલક બતાવી હતી જેમાં રાહુલે તેના હાથમાં શ્રદ્ધાનું નામ લખાવ્યું હતું. શ્રદ્ધાએ આ ફોટો શેર કર્યો હતો પરંતુ રાહુલનો ચહેરો છુપાવ્યો હતો.


[ad_2]
Source link
Leave a Reply