‘શીના બોરા જીવિત છે અને કાશ્મીરમાં છે’, માતા ઈન્દ્રાણી મુખર્જીએ કર્યો ચોંકાવનારો દાવો – sheena bora is alive and is in kashmir claims mother indrani mukerjea in letter to cbi

[ad_1]

હાઈલાઈટ્સ:

  • બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં ચોંકાવનારી ખબર સામે આવી.
  • ઈન્દ્રાણી મુખર્જીએ CBIને પત્ર લખીને શીના જીવિત હોવાનો દાવો કર્યો.
  • શીના બોરાની હત્યાના આરોપસર જેલમાં કેદ છે ઈન્દ્રાણી મુખર્જી.

નવી દિલ્હી- બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડમાં એક ચોંકાવનારી અને સનસનીખેજ ખબર સામે આવી છે. ઈન્દ્રાણી મુખર્જીએ દાવો કર્યો છે કે જે દીકરીની હત્યાના આરોપમાં તે જેલની સજા કાપી રહ્યા છે તે જીવિત છે. તેમણે તપાસ એજન્સીને લખેલા પત્રમાં આ દાવો કર્યો છે. ઈન્દ્રાણી મુખર્જીનું કહેવું છે કે સીબીઆઈએ શીના બોરાને શોધવી જોઈએ. કારણકે જેલમાં તેમની મુલાકાત એક મહિલા સાથે થઈ હતી જેણે જણાવ્યું કે શીના જીવિત છે અને કાશ્મીરમાં છે. ઈન્દ્રાણી મુખર્જીએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.

મતદાર કાર્ડ થશે આધાર સાથે લિંક, 10 સવાલ-જવાબ દ્વારા સમજો શું બદલાઈ જશે
શીના બોરાની હત્યા વર્ષ 2012માં થઈ હતી. ઈન્દ્રાણી મુખર્જી આ કેસમાં મુખ્ય આરોપી છે. વર્ષ 2015થી ઈન્દ્રાણી મુખર્જી મુંબઈની બાયકુલા જેલમાં બંધ છે અને તેમની જામીન અરજી ગત મહિને જ બોમ્બે હાઈકોર્ટે ફગાવી હતી. શીના બોરા ઈન્દ્રાણી મુખર્જીના પ્રથમ લગ્નમાં જન્મેલી દીકરી હતી. સીબીઆઈએ આ કેસમાં 3 ચાર્જશીટ અને બે સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરી છે જેમાં ઈન્દ્રાણી મુખર્જી, તેમના ડ્રાઈવર શ્યામવર રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના તેમજ પીટર મુખર્જીને આરોપી બતાવવામાં આવ્યા છે. પીટર મુખર્જીને ગયા વર્ષે જામીન મળી ગયા હતા.

કોરોનાથી મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના સ્વજનોને રુ.50 હજારનું વળતર આપોઃ સુપ્રીમ કોર્ટ
સીબીઆઈએ કહ્યુ હતું કે શીના બોરાએ વિવાદ થયા પછી પોતાની માતાનો પર્દાફાશ કરવાની ધમકી આપી હતી. હત્યા પછી ઈન્દ્રાણીએ કથિત રીતે તમામ લોકોને કહ્યુ હતું કે શીના અમેરિકા જતી રહી છે. ત્રણ વર્ષ પછી હત્યાનો કેસ ત્યારે સામે આવ્યો જ્યારે ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવરની એક અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવી. ડ્રાઈવરના નિવેદનના આધારે શીના બોરાના અડધા સળગેલા મૃતદેહને મુંબઈ પાસેના એક જંગલથી નીકાળવામાં આવ્યો હતો.

વર્ષ 2017માં શરુ થયેલા આ કેસમાં લગભગ 60 સાક્ષીઓએ પોતાના નિવેદન રજૂ કર્યા હતા. જેલમાં જ ઈન્દ્રાણી અને પીટર મુખર્જીએ પોતાના 17 વર્ષના સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો અને વર્ષ 2019માં છૂટાછેડા લઈ લીધા. પીટર મુખર્જીને વર્ષ 2020માં જામીન પર છોડી દેવામાં આવ્યા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *