[ad_1]
હાઈલાઈટ્સ:
- મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતાએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી.
- મત વિસ્તારના રસ્તાની સરખામણી હેમા માલિનીના ગાલ સાથે કરી.
- મહિલા આયોગે કાર્યવાહીની ચીમકી આપતા જાહેરમાં માફી માંગી.
ઉલ્લેખનીય છે કે ગુલાબરાવ પાટિલ લાંબા સમયથી જલગાવ સીટના ધારાસભ્ય છે. ભાજપના પૂર્વ નેતા એકનાથ ખડસે પર નિશાન સાધવા માટે તેમણે કહ્યું કે, તેઓ 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, તેમણે મારા વિધાનસભા વિસ્તારમાં આવીને રસ્તા જોવા જોઈએ. જો તે રસ્તા હેમા માલિનીના ગાલ જેવા નહીં હોય તો હું રાજીનામું આપી દઈશ. પોતાના ભાષણ દરમિયાન ગુલાબરાવ પાટિલે પોતાના વિરોધીઓને તેમના વિધાનસભા વિસ્તારના સારી ગુણવત્તાના રસ્તા જોવાની નસીહત કરી હતી.
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રુપાલી ચાકણકરે મંત્રીના નિવેદનને ધ્યાનમાં લીધું અને ચેતવણી આપી કે જો તેઓ આ બાબતે માફી નહીં માંગે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ચેતવણી મળ્યાના ગણતરીના કલાકોમાં ગુલાબરાવ પાટિલે પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે અવારનવાર નેતાઓ દ્વારા પોતાની રેલીઓમાં, ઈન્ટર્વ્યુમાં, સંબોધનોમાં મહિલાઓની લાગણી દુભાય તેવા નિવેદનો આપવામાં આવતા હોય છે. હેમા માલિની અભિનેત્રી અને મંત્રી છે તેટલા માટે જ નહીં, પરંતુ એક મહિલા તરીકે પણ આ તેમના માટે અપમાનજનક બાબત છે.
[ad_2]
Source link














Leave a Reply