[ad_1]
હાઈલાઈટ્સ:
- મેદસ્વીતા ધરાવતા લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે.
- તબીબોએ સંશોધનને આધારે લોકોને આપી ખાસ હેલ્થ ટિપ્સ.
- અન્ય બીમારીથી પીડાતા દર્દીઓએ ખાસ કાળજી લેવી જોઈએ.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સંશોધકોની દલીલ છે કે કોરોના સંક્રમણના કેસમાં મેદસ્વીતાને કારણે રોગપ્રતિકારક ક્ષમતા પ્રભાવિત થાય છે. કોરોનાની અસર ઈમ્યુનિટી પાથવે અને ઈન્ફ્લેમેટરી પાથવે એમ બે ભાગમાં વહેંચાય છે જેને સરળતાથી સમજાવવા માટે સંશોધકોએ આંતર્રાષ્ટ્રીય સંશોધનોને સરળ બનાવ્યા છે. PDEUના ફાર્મસી વિભાગમાં રિસર્ચ ફેકલ્ટી ડી સિવારમણ જણાવે છે કે, ટી અને બી લસિકા કોષોની સાથે ઈમ્યુન રક્તકણો શરીરમાં એક્ટિવ અને પેસિવ ઈમ્યુન રિસ્પોન્સનું સંચાલન કરે છે. સંશોધન જણાવે છે કે, મેદસ્વીતાને કારણે ટી સેલ્સના વહનને મર્યાદિત કરે છે.
તેમણે જણાવ્યું કે, મેદસ્વીતાને કારણે વધતા લેપ્ટિન હોર્મોન્સના પ્રમાણને કારણે ટી હેલ્પર સેલ્સનું પ્રમાણ ઘટે છે, જે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ અસોસિએશનમાં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાના દર્દીઓમાં જે કો-મોર્બિડિટી જોવા મળે છે તેમાં હાયપરટેન્શન, મેદસ્વીતા અને ડાયાબિટીસ સૌથી વધારે હોય છે. PDEUના રિસર્ચ ફેકલ્ટી પ્રદિપ કુમાર કહે છે કે, સાયકલ બીમાં ફેટ સેલ્સ હાઈપર એક્ટિવ લેપ્ટિન હોર્મોનનો સ્ત્રાવ કરે છે જેના કારણે ઈમ્યુન સિસ્ટમ પ્રભાવિત થાય છે અને ઈન્ફ્લેમેશનની સમસ્યા ઉભી થાય છે. આ પ્રક્રિયાને Cytokine Storm કહેવામાં આવે છે. આના કારણે ઓર્ગન ફેઈલ થવા જેવી સમસ્યા ઉભી થઈ શકે છે.
નિષ્ણાંતોની સલાહ છે કે લોકોએ સંતુલિત આહાર લેવો જોઈએ. દરરોજ થોડો સમય કસરત કરવી જોઈએ અને વ્યસનથી દૂર રહેવું જોઈએ. PDEUના ડિરેક્ટર જનરલ એસએસ મનોહરન જણાવે છે કે, આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, રોજના ભોજનમાં એવી વસ્તુઓ શામેલ કરવામાં આવે જેમાં polyphenols પુષ્કણ પ્રમાણમાં હોય. આ સિવાય દરરોજ કસરત કરવાની પણ સલાહ આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા ગઠિત કરવામાં આવેલી કોવિડ-19 કમિટીના સભ્ય અને ઈન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહર્ષી દેસાઈ જણાવે છે કે, જે દર્દીઓ મેદસ્વીતાનો શિકાર હોય છે તેમની સ્થિતિ ગંભીર થવાની શક્યતા પણ વધારે હોય છે અને તેમને પ્રમાણમાં લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમિત પ્રજાપતિ જણાવે છે કે, મારા અનુભવ અનુસાર, 50 વર્ષથી ઓછી ઉંમરના જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે તેમાંથી મોટાભાગના મેદસ્વીતાના શિકાર હતા. માત્ર કોરોના જ નહીં, અન્ય બીમારીમાં પણ સાજા થવાની પ્રક્રિયાને મેદસ્વીતા પ્રભાવિત કરે છે.
[ad_2]
Source link
















Leave a Reply