વેસુમાં ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસમાંથી રોકડા રૂ. 6 લાખની ચોરી

[ad_1]


– સ્લાઇડીંગ વિન્ડોમાંથી પ્રવેશનાર ચોર સીસીટીવીમાં કેદ, જેકેટ, જીન્સ અને સ્પોર્ટસ શુઝ તથા મોંઢા પર રૂમાલ બાંધીને આવનાર ચોરની શોધખોળ કરતી પોલીસ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર

વેસુના આગમ એમ્પોરીયમ બિલ્ડીંગના ત્રીજા માળે ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસને નિશાન બનાવી ચોર રોકડા રૂ. 6 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. ચઓફિસની પાછળ સ્લાઇડીંગ વિન્ડો ખોલી ચોરી કરવા ત્રાટકનાર ચોર ઓફિસના સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.

વેસુ સ્થિત જે.એચ. અંબાણી સ્કૂલ નજીક આગમ એમ્પોરીયમ બિલ્ડીંગના ત્રીજા માળે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ત્રીજા માળે કૃણાલ હોલીડેસ નામની ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ નામની ઓફિસમાં અને ઓમ ટેક સોફ્ટવેરની ઓફિસને નિશાન બનાવી હતી. જે પૈકી કૃણાલ હોલીડેસના માલિક કૃણાલ રમેશચંદ્ર પવાર (ઉ.વ. 40 રહે. એ 84, ભાગ્યલક્ષ્મી સોસાયટી-2, લેકવ્યુગાર્ડનની ગલીમાં, પીપલોદ) ના ટેબલના ખાનાનું લોક તોડી તેમાંથી રોકડા રૂ. 6 લાખની મત્તા ગાયબ હતી. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ તુરંત જ દોડી ગઇ હતી. પોલીસે ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા વ્હેલી સવારે 3.35 કલાકે ઓફિસની પાછળના ભાગે સ્લાઇડીંગ વિન્ડો ખોલી ત્યાંથી અંદર પ્રવેશી સફેદ જેકેટ, જીન્સ તથા સ્પોર્ટસ શુઝ, હેન્ડ ગ્લોવઝઅને મોંઢા પર રૂમાલ બાંધી ચોર ચોરી કરવા ત્રાટકયો હોવાનું નજરે પડયું હતું. ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link