[ad_1]
હાઈલાઈટ્સ:
- કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાતો હતો અમદાવાદનો યુવક.
- અસહ્ય પીડાને કારણે દિવસમાં 3-4 પેઈનકિલર લેવી પડતી હતી.
- સિવિલ હોસ્પિટલના કુશળ તબીબોની ટીમે કરી સફળ સર્જરી.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં રહેતા 34 વર્ષીય આશિષભાઈ ચૌહાણ વ્યવસાયે કમ્પ્યુટર ઓપરેટર છે. પાછલા છ-સાત વર્ષથી તે એન્કાઈલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ નામની બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારીમાં કરોડરજ્જુના મણકા એકબીજા સાથે ચોંટી જાય છે અને કરોડરજ્જુ વાંકી વળી જાય છે. પરિણામે દર્દીને બેસવામાં, ચાલવામાં અને ડોક ઉંચી કરીને જોવામાં પણ તકલીફ પડતી હોય છે.
આશિષભાઈ જણાવે છે કે દિવસ દરમિયાન તેમણે આ પીડા દૂર કરવા માટે 3-4 પેઈન કિલર ગોળીઓ લેવી પડતી હતી. પરિણામે તેમની ઈમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડી ગઈ હતી. સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તેમણે 25-30 જેટલી ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કર્યો, પરંતુ તેમને જાણવા મળ્યું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. આટલુ જ નહીં, ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા માટે તેઓ સક્ષમ પણ નહોતા. આ દરમિયાન આશિષભાઈએ એક દિવસ છાપામાં સમાચાર જોયા કે એક બહેનને સર્જરી પછી આ બીમારીથી છૂટકારો મળ્યો હતો.
છાપામાં સમાચાર વાંચ્યા પછી આશિષભાઈએ સિવિલ હોસ્પિટલના તબીબોનો સંપર્ક કર્યો. ટેસ્ટ કર્યા પછી જાણવા મળ્યું કે આશિષભાઈની સમસ્યા મહિલા દર્દી કરતા વધારે છે. સિવિલ હોસ્પિટલના સિનિયર સ્પાઈન સર્જન ડોક્ટર પિયુષ મિત્તલ અને તેમની ટીમે વિચાર વિમર્શ કરીને જટિલ સર્જરી કરવાનો નિર્ણય લીધો. ડોક્ટરોએ સર્જરી દરમિયાન ખાસ ધ્યાન રાખ્યું કે સર્જરી પછી દર્દીને કોઈ તકલીફનો સામનો ના કરવો પડે, તે સરળતાથી ઉઠી-બેસી શકે, સ્નાન કરી શકે, ચાલી શકે, સુઈ શકે, પોતાના દરેક કામ કરી શકે. આખરે તબીબોની મહેનત ફળી અને આશિષભાઈની સર્જરી સફળ રહી. તેમણે વર્ષો જૂની સમસ્યાથી છૂટકારો મેળવ્યો.
[ad_2]
Source link
Leave a Reply