[ad_1]
– પ્રશિક્ષણ વર્ગ માં માસ્ક વિનાના ભાજપના નેતા દેખાયા
પ્રતિનિધિ દ્વારા સુરત મંગળવાર
સુરતમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આર સંક્રમણમાં કોરોના નિયમનો ભંગ કરતા ભાજપના નેતાઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે. આવી સ્થિતિ છતાં પણ ભાજપે પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યા છે જેમાં પણ ભાજપના કાર્યકર અને નેતાઓ માસ્ક વિનાના જોવા મળી રહ્યા છે.
એક તરફ સુરતમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે અને તેમાં ભાજપના નેતાઓ સુપર સ્પ્રેડર તરીકે બહાર આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ભાજપના જિલ્લા પ્રમુખ, સુરત શહેર મહામંત્રી અને ડેપ્યુટી મેયર પોઝિટિવ આવ્યા છે. ભાજપના નેતાઓ જાહેરમાં માસ વિના ફરી રહ્યા છે તેને કારણે વધી રહ્યો છે. આવી સ્થિતિ છતાં પણ ભાજપના નેતાઓ સુધરવાનું નામ લેતા નથી. શહેરમાં છતાં પણ ભાજપ દ્વારા પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવ્યા છે. આજે વોર્ડ નંબર 30 સચિન, કનસાડ અને આવવા વિસ્તારના ભાજપના કાર્યકરો નો પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવ્યો છે. આ પ્રશિક્ષણ શિબિર ના ફોટા કાર્યકરો દ્વારા જ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યા છે. જેમાં ભાજપના કાર્યકરો માસ્ક વિના જ જોવા મળી રહ્યા છે. ભાજપના કાર્યકરો દ્વારા જાહેર કાર્યક્રમો ઉપરાંત પક્ષના કાર્યક્રમમાં પણ કોરોના ની ગાઇડ લાઇનનો છડેચોક ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ફરી કોરોનાનો સંક્રમણ વધે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
[ad_2]
Source link