[ad_1]
વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
વડોદરામાં ગોત્રી મેડિકલ અને સયાજી હોસ્પિટલ ખાતે તબીબોએ કાળી પટ્ટી ધારણ કરીને ફરી એક વખત આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. વિવિધ પડતર માંગોને લઈ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
તબીબોએ જણાવ્યું હતું કે ,છેલ્લાં 10 વર્ષથી તમામ તબીબો નિષ્ઠાપૂર્વક દર્દીઓની સેવા કરી રહ્યા છે, તેમ છતાં સરકાર દ્વારા પગારનો વધારો કરવામાં આવ્યો નથી અને પીએફ પણ કપાતો નથી, તેમજ પ્રમોશન તો મળતા જ નથી.
સામાન્ય રીતે સફાઈ કામદારનો પણ પીએફ કપાતો હોય છે. પરંતુ તબીબોના પ્રત્યે ઉપેક્ષા સેવાઈ રહી છે, ઉપરાંત 7માં પગારપંચનો લાભ પણ મળ્યો નથી. તેમ છતાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરવામાં અમે પાછીપાની કરીને જોયું નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિ હજુ પણ યથાવત છે. વર્ષોથી ફરજ બજાવતા તબીબને કાયમી કરાતા નથી.
06 મહિના અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અમારી 12માંથી 09 માગ ઉકેલવાની ખાત્રી આપી હતી પરંતુ હજુ સુધી તેનું અમલીકરણ થયું નથી. જેથી હવે ફરી આંદોલનના મંડાણ વર્તાયા છે.
[ad_2]
Source link
Leave a Reply