વડોદરા શહેર-જિલ્લામાં બે યુવકના આપઘાતના પ્રયાસમાં એકનું મોત

[ad_1]

વડોદરા, તા. 31 ડિસેમ્બર

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના બેકાર યુવાને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળે છે.

ગોત્રી રોડ પર આવેલા વુડાના દિનદયાલનગરમાં રહેતા 21 વર્ષીય વિશાલ સુરેશ બારોટ છેલ્લા કેટલાક સમયથી કામ ધંધા વગર બેરોજગાર ફરતો હતો. તેથી ગતરોજ અગમ્ય કારણોસર પોતાની જાતે છતના પંખા પર ઓઢણી વડે ગળા ફાંસો ખાઇ લેતા તેને પરિવારજનો બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર ક્યો હતો.

એ જ પ્રમાણે અન્ય એક કિસ્સામાં યુવકે અગમ્ય કારણોસર દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

વાઘોડિયા તાલુકાના સિકંદરપુરા ગામના વણકરવાસમાં રહેતા 24 વર્ષીય મયુર કિશન વણકર ગતરોજ પોતાને ઘરે ઝેરી દવા પી લેતા તેને ગળામાં બળતરા થવા માંડી હતી. અને ઊલટીઓ થતા તેના પત્ની સૂચિબેન તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે. વાઘોડિયા પોલીસે મયુરે કયા કારણોસર ઝેરી દવા પીધી તેની તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link