[ad_1]
– કોર્પોરેશન તારીખ 3થી 13 જાન્યુઆરી સુધી રાત્રી બજાર ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજશે
વડોદરા, તા. 20 ડિસેમ્બર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીપુરા રાત્રી બજારની દુકાનો માટે હરાજી કરવા વધુ એક પ્રયાસ નિષ્ફળ ગયો છે .હજી બે દિવસ અગાઉ હરાજી માટે અરજી કરવાની મુદત તારીખ 18 ના રોજ પૂરી થઈ ત્યારે એક પણ અરજી આવી ન હતી ,એટલે કે સયાજીપુરા રાત્રી બજાર ની દુકાન લેવા કોઈ રસ બતાવ્યો નથી. ગયા મહિને પણ હરાજી માટે તારીખ 17 નવેમ્બર સુધીમાં અરજી કરવાની મુદત રાખી હતી. તેમાં સફળતા ન મળતાં હરાજી માટે અરજી મગાવવાની મુદત વધારીને ૧૮ ડિસેમ્બર કરી હતી. હવે ફરી વખત હરાજી માટે અરજીઓ મેળવવા તંત્રની મંજૂરી લઈને કાર્યવાહી કરાશે. દરમિયાન કોર્પોરેશન દ્વારા રાત્રી બજાર ખાતે તારીખ 3 જાન્યુઆરી થી ૧૩ જાન્યુઆરી સુધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. રાત્રી બજાર ની દુકાનો ના વેચાણમાં કોર્પોરેશનને સફળતા મળી શકે તે માટે આ ફૂડ ફેસ્ટીવલ યોજાશે. ફૂડ ફેસ્ટિવલ દરમિયાન કોર્પોરેશન દુકાન નું ભાડું પણ લેવાની નથી. કોર્પોરેશન લાઇટિંગ અને સિક્યુરિટીની વ્યવસ્થા કરી આપશે. સ્ટેન્ડિંગ સમિતિ માં આ માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સયાજીપુરા માં રાત્રી બજારમાં 35 દુકાનો બનાવવામાં આવી છે. રાત્રી બજાર ની 35 દુકાનોમાંથી 31 જનરલ કેટેગરી માટે છે. જ્યારે બે એસટી અને એક એસસી અને એક ઓબીસી કેટેગરી માટે ની છે .ચાર વર્ષ અગાઉ કોર્પોરેશને રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાન ફાળવવા મિનિમમ અપસેટ વેલ્યુ રૂપિયા છ લાખ અને ડિપોઝિટની રકમ પણ રૂપિયા છ લાખ નક્કી કરીને અરજીઓ મંગાવી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતા ભાવ ઘટાડો કરીને કોર્પોરેશનને ત્રણ વખત જાહેરાત આપીને અરજીઓ મંગાવી હતી,, પરંતુ કોઇ રસ બતાવ્યો નહોતો. છેલ્લા ચાર વર્ષથી રાત્રી બજારની દુકાનો ખાલી પડી રહી છે, જેના લીધે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે રાત્રી બજારની દુકાનો જેમ બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે કોર્પોરેશન દ્વારા મિનિમમ અને ડિપોઝિટની રકમ પણ ઘટાડીને દોઢ લાખ રૂપિયા કરી છે. આ ભાવ ઘટાડો ત્રીજી વખત કરવામાં આવ્યો છે. ભાવ વધુ હોવાથી દુકાન લેવા માટે કોઈ રસ બતાવતું નથી તેમ જાણવા મળ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply