[ad_1]

વડોદરા, તા. 25
વડોદરા ના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટી માં રહેતા સવિતાબેન પટેલ ની તેમના જમાઈ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે જ્યારે હત્યાનો આરોપી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગુનો કબુલ કર્યો હોવાનું જાણવા મળે છે.
માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ બાગ સોસાયટી ના મકાન નંબર આઠ માં રહેતા સવિતાબેન પટેલ ની દીકરીના લગ્ન વિશાલ અમીન સાથે થયા હતા તેઓને અવારનવાર નાના મોટા ઝઘડા થતા રહેતા હતા તેમાં સાસુ સવિતાબેન પટેલ દરમિયાનગીરી કરી બંનેને સમજાવતા રહ્યા હતા પરંતુ આજે બપોરે સવિતાબેન તેમના નિવાસસ્થાને હતા તે દરમિયાન તેમના જમાઈ વિશાલ અમીન ઘરે આવ્યા હતા અને સાસુ સવિતાબેન સાથે છૂટાછેડા અંગે ઝઘડો કર્યો હતો જેમાં ઉશ્કેરાઇને વિશાલ અમીને સાસુ મા પર હથોડી વડે હુમલો કરી જાનથી મારી નાખ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સવિતાબેન નો દીકરો પણ ડુપ્લીકેટ દારૂના વેપારમાં સંડોવાયેલો હતો અને જે અંગેનો કેસ માંજલપુર પોલીસ માં થયો હતો તેમાં હાલમાં ભાગેડુ હોવાનું પણ બહાર આવ્યું છે.
હત્યા કાર્ય બાદ હત્યારો જમાઈ વિશાલ અમીન મકરપુરા પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો જ્યાં તેને પોતાની સાસુ ની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ માંજલપુર પોલીસ દ્વારા હત્યારા જમાઇ સામે ગુનો દાખલ કરી સ્થળ પર તપાસ હાથ ધરી છે તેમજ આજુબાજુના પડોશી અને સવિતાબેન ના સંબંધી પરિવારજનો ના નિવેદન પણ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link













Leave a Reply