વડોદરા: ભાજપના પ્રદેશ પ્રમુખ રખડતા ઢોરોનો પ્રશ્ન ઉકેલવા સૂચના આપે છે તો વોર્ડના મહામંત્રીએ કામગીરી અટકાવતા વિવાદ

[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીનો વિરોધ ખુદ ભાજપના જ વોર્ડ કક્ષાના મહામંત્રી અને તેના ભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોજ બરોજ રખડતા ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ઢોર પાર્ટી ના કર્મચારીઓ અને ગૌપલકો વચ્ચે અવારનવાર ચકમક દરિયાના કિસ્સા બહાર આવી રહ્યા છે.

તાજેતરમાં વડોદરાની મુલાકાત દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ રખડતા ઢોરો ની કામગીરી અંગે વડોદરાના મેયર ની જાહેરમાં ટીકા કરી હતી ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય રસ્તા પર ફરતા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી હતી.

એક બાજુ પ્રદેશ પ્રમુખ રખડતા ઢોરોનો પ્રશ્ન ઉકેલવા માટે વહીવટીતંત્રને સૂચના આપે છે તો બીજી બાજુ આજે ગાજરાવાડી મહાદેવ તળાવ થી ડી માર્ટ જવાના રસ્તા ઉપર રખડતી ગાયો ને પકડવા ગયેલી કોર્પોરેશનની ઢોર પાર્ટી ની કામગીરી ખુદ ભાજપના જ વોર્ડ કક્ષાના મહામંત્રી રાજુભાઇ રબારી અને તેના ભાઈ હરેશ રબારી એ અટકાવી દેતા ઢોર પાર્ટી ના કર્મચારીઓ સાથે ચકમક ઝરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી ના કર્મચારીઓ કામગીરી કરતા હતા તે દરમિયાન ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડેલા અને હારી ગયેલા ઉમેદવાર નરેશ રબારી ના પિતરાઈ ભાઈ અને ભાજપના વોર્ડના મહામંત્રી રાજુભાઇ રબારી અને તેમના ભાઈ હરેશ રબારી તથા અન્ય ગૌપલકોએ હોબાળો મચાવી કોર્પોરેશનની કામગીરી અટકાવી દીધી હતી. દરમિયાન પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પડ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *