વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજના માં પોલીસે ચાર્જશીટ રજુ કરતા ભાજપ કોર્પોરેટર મનોજ પટેલનું નામ ફરી વિવાદમાં

[ad_1]

વડોદરા, તા. 23 ડિસેમ્બર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા ડ્રોમાં ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી. તેમાં બે અધિકારીની ધરપકડ બાદ ભાજપના કોર્પોરેટરના કહેવાથી યાદી બદલી હતી તે અંગેની માહિતી બહાર આવ્યા બાદ પોલીસે સમગ્ર તપાસ પર પડદો પાડી દીધો હતો. હવે જ્યારે પોલીસે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતાં કોર્પોરેશનના નિશિથ પીઠવાએ કોર્પોરેશનમાં રજૂ કરેલા જવાબની નકલ પણ રજુ કરી હતી તેમાં ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ (મંછો)નું નામ બહાર આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા સયાજી નગર ગૃહ ખાતે 382 આવાસોનો ઓનલાઇન ડ્રો કરાયો હતો. ડ્રો દરમિયાન સ્ક્રીન ઉપર દર્શવેલા લાભાર્થીને મળવાપાત્ર આવસોની યાદી બદલી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર પોતાના અંગત મળતીયાઓની યાદી દર્શાવી લાભાર્થીઓ સાથે છેતરપિંડી આચરનાર કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા અને એમ.આઇ.એસ એક્સપર્ટ નિશિથ પીઠવા વિરુદ્ધ સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે નવાપુરા પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે આ કિસ્સાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાનો નિર્ણય કરતાં બંને આરોપીને ક્રાઈમ બ્રાન્ચમાં લઇ જવામાં આવ્યા હતા. આવાસ યોજનામાં થયેલા ડ્રોમાં ગેરરીતિઓ ઝડપાતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ થયેલી તપાસમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જ કોર્પોરેટરએ લીસ્ટ જાહેર થઇ ગયા બાદ નામોમાં ફેરફાર કરી નવેસરથી યાદી કોર્પોરેશનની વેબસાઇટ પર ચડાવવા ફરજ પાડી હોવાનું બહાર આવ્યું હતું .  

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ થયેલી ચાર્જશીટમાં કોર્પોરેશને કરેલી તપાસના પણ પેપર્સ રજુ કર્યા છે જેમાં નિશીથ પીઠવા એ કોર્પોરેશનમાં લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો તેની માહિતી પણ કોર્ટમાં રજુ થઇ છે.

આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે તારીખ 7 ઓગસ્ટના રોજ મકાન ફાળવણીનો ડ્રો ડિસ્પ્લે થઇ ગયા બાદ તે લઈને એફોર્ડેબલ હાઉસિંગની કચેરીમાં અશ્વિન રાજપુત અને રામ રાજપુત પહોંચ્યા હતા અને નકલની ચકાસણી કરી હતી તે દરમિયાન એકઝીકયુટીવ એન્જીનીયરએ તેઓને વધારાના 12 નામ મોકલ્યા હતા અને તે પૈકી 4 નામ જાહેર થયેલા આ લીસ્ટમાં હતાં નહીં જેના નામ નથી તે ઉમેરો કરી નવેસરથી પ્રિન્ટ કાઢવાની સૂચના આપી હતી. અમે ખુલાસો કર્યો હતો કે કોમ્પ્યુટર ફરીથી કે કોમ્પ્યુટર ફરીથી રન કરવું પડશે તેમ જણાવતાં ફરીથી કોમ્પ્યુટર રન કર્યું હતું અને તેમાં નવા 6 નામોનો ઉમેરો કરાયો હતો. ત્યારબાદ કાર્યપાલક ઇજનેરની સહી કરવા હરણી ખાતે મોકલ્યા હતા અને તે યાદી ઈડીપી વિભાગને મોકલી હતી.

દરમિયાનમાં કોર્પોરેટર અજીત દધિચને યાદી બદલાયાની જાણકારી મળી હતી જેથી તેઓને સમજાવ્યા હતા કે કોર્પોરેટર મનોજ પટેલનો આગ્રહ હતો કે નામો ઉમેર્યા બાદ યાદી જાહેર કરવાની છે.

પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં જે પુરાવા રજૂ કર્યા છે તેમાં મનોજ પટેલનું નામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *