વડોદરા પ્રતાપ નગર ગરીબોની આવાસ યોજનામાં માથાભારે તત્વો નો ત્રાસ

[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરાના પ્રતાપનગર વુડાના મકાનમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો દ્વારા માથાભારે તત્વોનો આતંક વધતા પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવામાં આવતી હતું.

વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ યમુના મિલની પાસે ઉડાના મકાન માં મુસ્લિમ સમાજના કેટલાક લોકો વસવાટ કરે છે. ત્યાંના રાહવવાસી આગેવાન સાલમાંબેન તથા મુફ્તીઇમરાન સાથે રહી આ વિસ્તારના માથાભારે તત્વો વિરુદ્ધ રોજે રોજ સ્ત્રીઓની છેડતી,મજાક મશ્કરી જેવા બનાવો બનતા હોય છે તેવું જણાવવાવમાં આવ્યું હતું. 

ગઈકાલે તકરાર બાદ માથાભારે તત્વો દ્વારા ત્યાંના સ્ત્રીઓ પર મારઝૂડ કરવામાં આવી હતી જેને લઇ પોલીસ ને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લઈ વાડી પોલીસ વાળા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી જેનેલઈ આજે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને જો આવનારા દિવસમાં તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *