[ad_1]
વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર
તાજેતરમાં રખડતા પશુઓ માટે વડોદરા જિલ્લા કલેક્ટરે ચિખોદરા ગામ ખાતે જમીન ફાળવણીનો નિર્ણય લીધા બાદ ચિખોદરા જુથ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ જમીનનો ઉપયોગ ચિખોદરા ગામના પશુપાલકો કરતા હોય બેરોજગારીનો પ્રશ્ન ઉદ્દભવશે તેવા હેતુથી કલેકટરને રજૂઆત કરી છે.
કલેકટર કચેરી ખાતે ચિખોદરાના ગ્રામજનોએ આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી કે, ગામની ગૌચરની જમીનમાં ગામના લોકોપશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ હોય આ પશુપાલકો તેનો ઉપયોગ ઢોર ચરાવવા માટે કરી રહ્યા છે અને તેના આધારે તેઓનું જીવન નિર્વાહ ચાલે છે.
હાલમાંકલેકટર ધ્વારા ચિખોદરા ગામની બ્લોક સર્વેનંબર 420 વાળી જમીન રખડતા પશુઓ માટે ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી ચિખોદર ગામના પશુપાલકોની જીવાદોરીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને પશુપાલકોને આર્થિક નુકશાન પણ થવાની શક્યતા છે. પરિણામે ગામમાં બેરોજગારીની સંખ્યા પણ વધે તેવી પરીસ્થીતી નિર્માણ થાય તેવા સંજોગો ઊભા થયા છે જેથી જગ્યાની ફાળવણી બાબતે અમે વિરોધ કર્યો છે.
[ad_2]
Source link
Leave a Reply