[ad_1]
વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર
ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે વરણામાના ગ્રામજનો તથા આગેવાનોએ ચૂંટણીમાં કલેકટરના પરિપત્રની વિપરીત વોર્ડ રચના તલાટી દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.
આગામી દિવસમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડોદરા જિલ્લાના વરણામાંના ગ્રામજનો તથા આગેવાનોએ કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. તેઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી કે, તલાટી દ્વારા સરપંચ ને ફાયદો કરાવવાનો કારસો રચવામાં આવ્યો છે. જેની સામે અમે વાંધા અરજી રજૂ કરી છે.
મામલતદાર અને કલેકટર કચેરીમાં વારંવાર રજૂઆત છતાં જવાબ મળ્યો નથી અને અધિકારીઓ રજા પર ઉતરી જાય છે. ચૂંટણીમાં પારદર્શિતા હોવી જરૂરી છે. જેથી ચૂંટણીના જાહેરનામા અગાઉ વાંધા અરજીની સુનાવણી યોજાવી જોઈએ . નહીં તો ભૂખ હડતાલ પર ઉતરવાની નોબત આવશે.
[ad_2]
Source link
Leave a Reply