વડોદરા: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ કરજણમાં 83.03 %મતદાન અને સૌથી ઓછું પાદરામાં 77.51 % મતદાન: કાલે મત ગણતરી

[ad_1]

વડોદરા, તા. 20 ડિસેમ્બર, 2021

વડોદરા જિલ્લામાં 26૦ ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનું મતદાન  રવિવારે યોજાયું હતું. અત્રે નોંધનીય છે કે ,અગાઉ જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી. મતદાન સંપન્ન થયા બાદ હવે 21મી ડિસેમ્બર ના રોજ મતગણતરી હાથ ધરાશે.

વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થયું હતું. વડોદરા જિલ્લામાં  સરપંચ માટે 849 અને વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 260 ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે રવિવારે  મતદાન  થયું હતું.

સાંજે  06 વાગ્યા સુધીમાં વડોદરા ગ્રામ્યની 39 પંચાયતોમાં 78.48 %, પાદરની 24 પંચાયતોમાં 77.51 %, કરજણની 22 પંચાયતોમાં 83.03 %, શીનોરની  26 પંચાયતોમાં 78.96 %, ડભોઇની 51 પંચાયતોમાં 80.36%,  વાઘોડીયાની 38 પંચાયતોમાં 82.88% ,  સાવલીની 46 પંચાયતોમાં 81.50%  અને ડેસરની 14 પંચાયતોમાં 81.31 % મતદાન થયું છે. આમ કુલ 260 ગ્રામ પંચાયતમાં 80.16 % મતદાન નોંધાયું હતું. જ્યારે પેટા ચૂંટણીની વાત કરીએ તો પાદરાની 01 પંચાયતમાં 90.24% અને કરજણની 01 પંચાયતમાં 82.77 % મતદાન થયું હતું. આમ બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 85.84% મતદાન નોંધાયું હતું

અત્રે નોંધનીય છે કે હવે ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી  આવતીકાલે હાથ ધરાશે. મત ગણતરી આઠ સ્થળોએ 27 હોલમાં થશે. આ માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *