[ad_1]
વડોદરા, તા. 31 ડિસેમ્બર
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગાયો પકડવાની કામગીરી દરમિયાન પશુપાલકોએ પોલીસની ટીમ પર હુમલો કરતા એક પીએસઆઈ અને ગોપાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકની બાજુમાં રબારીવાસ આવેલું છે. ગઈકાલે આ વિસ્તારમાં ગાયે વૃદ્ધને ભેઠી મારતા ઇજા પહોંચી હતી. જેથી પોલીસની ટીમે સાથી 8 ગાયો પકડીને નજીકની આવેલી સેન્ટ મેરી સ્કૂલ પાસે કેરી ને રાખી હતી અને કોર્પોરેશનની ઢોર પાર્ટી ને જાણ કરી હતી.
દરમિયાનમાં એકત્ર થયેલા પશુપાલકોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરી ગાયો છોડાવી મૂકવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં એક પીએસઆઇને તથા એક પશુપાલકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. એક તબક્કે પશુપાલકોએ ચક્કાજામની પરિસ્થિતિ ઉભી કરતા મામલો તંગ બન્યો હતો. ઘટનાના પગલે એકશનમાં આવેલી ગોરવા પોલીસે બે પશુપાલકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link