[ad_1]
વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022 ની ડાયરી કેન્દ્ર સરકારના આદેશ મુજબ હાર્ડ કોપી ને બદલે પી.ડી.એફ.ફોર્મેટમા ઈ ડાયરી પ્રસિદ્ધ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ થઇ હતી, પરંતુ સ્થાયી સમિતિએ વર્ષોની પરંપરા મુજબ હાર્ડ કોપી માં જ ડાયરી પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું છે.
કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય જાહેર જનતાને ઉપયોગી અને જરૂરી સરકારની તથા શહેરના વિવિધ વહીવટી વિભાગો ની ,કોર્પોરેશનના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ, વોર્ડ ઓફિસો, કોર્પોરેટરો ,શિક્ષણ સમિતિ વગેરેની વોર્ડ મુજબ માહિતીઓ લોકોને ડાયરીઓ દ્વારા મળી રહે છે.
છેલ્લે વર્ષ 2020માં કોર્પોરેશને 35000 ડાયરીઓ છાપી હતી. જેનો ખર્ચ રૂપિયા 29.48 લાખ થયો હતો. વર્ષ 2020માં કેન્દ્ર સરકારે કેલેન્ડરો, ડાયરીઓ, શુભેચ્છા કાર્ડ વગેરેનું પ્રિન્ટિંગ કરીને ફિઝિકલી પ્રસિદ્ધ કરવાને બદલે વેબસાઇટ પર ઓનલાઇન પ્રસિદ્ધ કરવા જણાવ્યું હતું. જેથી સ્થાયી સમિતિએ તારીખ 23- 10- 2020 ના રોજ ઠરાવ કર્યો હતો અને ડાયરી ઓનલાઇન મૂકી હતી.
ઓનલાઇન હોવાના કારણે લોકોને અને ખુદ કોર્પોરેશનના સ્ટાફ ,અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ નંબર વગેરે માટે ખૂબ તકલીફ પડી છે. લોકોએ આ ડાયરી નું ફોર્મેટ પણ જોયું નથી. વેબસાઇટ પર પણ દેખાતી નથી. જેથી સમિતિએ તમામની માગ મુજબ ડાયરી હાર્ડ કોપીમાં જ પ્રસિદ્ધ કરવા ઠરાવ કર્યો છે.
ગુજરાતમાં એક બે કોર્પોરેશન ડાયરી પ્રસિદ્ધ કરી છે ડાયરી કોમ્પ્લીમેન્ટરી કેટલી આપવી અને ટેન્ડર પ્રક્રિયા વગેરે માટે અલગથી દરખાસ્ત રજૂ થશે અને સમગ્ર સભાની મંજૂરી મેળવાશે.
[ad_2]
Source link
Leave a Reply