વડોદરા કોર્પોરેશનની હદમાં ગામોનો સમાવેશ થતાં પ્રાથમિક સુવિધા નહીં મળતાં વિવાદ

[ad_1]

વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા નજીક આવેલા અણખોલના નવા રહેણાંક વિસ્તાર એલએન્ડટી નોલેજ સીટી તેમજ તક્ષ ગેલેક્ષીને સયાજીપુરા ટાંકી માંથી પાણી આપવામાં આવશે.

સયાજીપુરા ટાંકીના રીમોટ એરિયામાં કેટલાય સમયથી પૂરતા પ્રેશરથી પાણી નહિ મળવાની સમસ્યા છે ત્યારે નવા વિસ્તારને પાણી આપવાનો નિર્ણય કેટલો યોગ્ય?

પાલિકા દ્વારા શહેરની આસપાસના ગામોનો પાલિકામાં સમાવેશ કરવા માટે જેટલું ઉતાવળિયું પગલું લેવાય છે. તેટલી જ ઉતાવળથી તે વિસ્તારના વિકાસ માટે કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અંતે નાગરીકોને વેદના સહન કરવી પડે છે.

પાલિકા દ્વારા શહેર નજીકના દરજીપુરા, અણખોલ સહિતના વુડાની હદના ગ્રામ્ય વિસ્તારનો શહેરમાં સમાવેશ તો કર્યો પણ આટલા વર્ષોથી તેઓને સુવિધાના નામે મીંડું મળી રહ્યું છે. પાંચ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાય પ્રાથમિક સુવિધાઓ આપી શકાઈ નથી. પાલિકામાં સમાવિષ્ટ થતાની સાથે જ આવક તો વધી પણ આવક માંથી ઓજી વિસ્તારના વિકાસ માટે પાલિકાએ ખર્ચ કર્યો નથી.

શહેરના અણખોલ ગામ(બાપોદ ઓજી) વિસ્તારમાં આવતા તક્ષ ગેલેક્ષી બંગલો,મોલ તેમજ એલએન્ડટી નોલેજ સીટી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી ન હતી. અણખોલ ગામનો પાલિકામાં સમાવેશ તો થઇ ગયો પણ તેઓને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હતી. તેઓની આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાને બદલે પાલિકા હવે તેનો હંગામી નિકાલ કરવા માટે 91 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરશે.  

સયાજીપુરા પાણીની ટાંકીમાંથી 400 ડાયાની પાણીની લાઈન નેશનલ હાઈવેને અડીને નાખવામાં આવશે જે લાઈન માંથી બાપોદ ઓજી (અણખોલ ગામના રહેણાંક અને કોમર્શીયલ) એકમોને પાણી પૂરું પાડવામાં આવશે. આ આયોજન ફક્ત હંગામી ધોરણે કરવામાં આવ્યું છે. જે હંગામી કામ માટે 91 લાખ રૂપિયાનો ખર્ચ પાલિકા દ્વારા કરવામાં આવશે. 

ભવિષ્યમાં આ વિસ્તાર માટે ઓવરહેડ પાણીની ટાંકી તેમજ ભૂગર્ભ સંપ બનાવવાનું આયોજન છે. પરંતુ આ આયોજન ન થાય ત્યાં સુધી સયાજીપુરા ટાંકી માંથી પાણી આપવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે સયાજીપુરા પાણીની ટાંકી માંથી હાલ જે વિસ્તારમાં પાણી પહોચે છે ત્યાં આજે પણ પૂરતા પ્રેશરથી પાણી નહિ મળવાની વારંવારની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહિ હજી વિસ્તાર સંપૂર્ણ પણે વિકસિત થયો નથી.

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *