[ad_1]
વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને સરકાર તરફથી રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. કોર્પોરેશનના ચોપડે માત્ર 623 ના મોત સામે છેલ્લા પાંચ દિવસ સુધીમાં 2000થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે. હાલ મંજૂર થયેલા 569 ફૉર્મ પૈકી 475 લાભાર્થીઓને સહાયની 2.37 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે.
વડોદરા સહિત રાજ્યમાં કોરોનાના કપરા કાળમા અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. રાજ્ય સરકારે આર્થિક સહાયના ભાગરૂપે 50 હજારની જાહેરાત કરતા અનેક પરિવારોને આર્થિક મદદની આશા બંધાઇ છે. વડોદરા તંત્ર દ્વારા પણ કોરોના મૃતક સહાયના ફોર્મનું વિતરણ શરૂ કરાતા આજે પાંચમા દિવસે પણ ફોર્મનો ઉપાડ યથાવત જોવા મળી રહ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરો ઉપર થી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ફોર્મ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરી સહાયની રકમ વિતરણ કરવામાં આવી રહી છે. હાલ સુધી 2 હજાર જેટલા ફોર્મ નો ઉપાડ જોવા મળ્યો છે. તેની સામે 569 ફોર્મ મંજૂર થતા 475 લાભાર્થીઓને સહાય ની રકમ 2.37 કરોડ ચૂકવવામાં આવી છે. તો બીજી તરફ હવે કોર્પોરેશન દ્વારા કોરોનામાં સત્તાવાર 623 લોકોના મોત અંગેના આંકડા સવાલ ઉભા કરી રહ્યા છે.
[ad_2]
Source link
Leave a Reply