[ad_1]
વડોદરા, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા રીમાંડ હોમ પાસેની જગ્યા ઉપરના દબાણો કોર્પોરેશન દ્વારા તોડી પાડવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લા બાળ શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત બાલ ગોકુલમ સંસ્થાની ઇમારત છેલ્લા ઘણા સમયથી જર્જરિત બની છે. ત્યારે નવી ઇમારત બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ત્યારે કલેકટરના નિર્દેશ અનુસાર આ ઇમારત પાસેની આવેલી જગ્યામાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ સ્ટાફ તથા અન્ય મુખ્ય અધિકારીઓને સાથે રાખીને આ કામગીરી હાથધરવામાં આવી હતી. ત્યારબાદ આ જગ્યા ઉપર બાલ ગોકુલમ માટે નવી ઇમારત બનાવવામાં આવશે.
[ad_2]
Source link
Leave a Reply