[ad_1]
વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર
વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં મધરાતે કારમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હોવાની વિગતો ને પગલે પોલીસ દોડી ગઇ હતી. જોકે પોલીસને કાંઇ હાથ લાગ્યું ન હતું. પરંતુ રસ્તામાં બે પીધેલા મળી આવ્યા હતા.
રેસકોર્સ ચકલી સર્કલ પાસે કલ્યાણ જ્વેલર્સ ની ગલીમાં કારમાં કેટલાક લોકો ડ્રગ્સ લઈ રહ્યા હોવાની પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા કંટ્રોલ રૂમે ગોત્રી પોલીસ ને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરવા સૂચના આપી હતી. ફોન કરનારે કારનો નંબર અને અન્ય માહિતી પણ આપી હતી.
ગોત્રી પોલીસે તપાસ કરતા આવી કોઈ કાર મળી ન હતી. નજીકના રસ્તા પરથી બે જણા પસાર થઈ રહ્યા હોય પોલીસે બંનેને અટકાવ્યા હતા. જેમાં એકનું નામ ચિરાગ મહેશભાઈ પરમાર (સેન્ટ્રલ એક્સાઇઝ કોલોની, ચકલી સર્કલ પાસે) તેમજ બીજાનું નામ ઇન્દ્રજીતસિંહ લક્ષ્મણભાઈ ડામોર (નેમિનાથ સોસાયટી,ભાયલી સ્ટેશન) પાસે હતું.
બંને જણા દારૂના નશામાં હોવાનું જણાઈ આવતા બંને સામે દારૂબંધી ના ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.
[ad_2]
Source link
Leave a Reply