[ad_1]
વડોદરા, તા. 27 નવેમ્બર 2021 શનિવાર
વડોદરામાં મહિલાઓની સલામતી જોખમાઈ રહી હોય એવો માહોલ સર્જાયો છે. ગઈરાતે અકોટા વિસ્તારમાં લેડી પોલીસ કોન્સ્ટેબલ પર ચાકુ વડે હુમલો થતાં અજાણ્યા હુમલાખોર ને પકડવા પોલીસ દોડતી થઇ છે.
દિવાળી પહેલા જૂના પાદરા રોડના વેક્સિન ગ્રાઉન્ડ પર સાયકલ પર જતી યુવતીને ઢસડી જઈ ગેંગરેપના બનેલા સનસનાટીભર્યા બનાવમાં વલસાડ ખાતે ટ્રેનમાં આપઘાત કરનાર પીડિતાની ડાયરી પરથી ખુલાસો થયો હતો. જે કેસમાં પોલીસની એસઆઇટી તેમજ ૨૫થી વધુ ટીમો આરોપીઓની શોધખોળ કરી રહી હોવા છતાં બંને બળાત્કારીઓનો હજી પત્તો મળ્યો નથી.
દરમિયાનમાં ગઈકાલે રાત્રે અકોટા વિસ્તારમાં બનેલા વધુ એક બનાવે પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. રેલવે પોલીસમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ પાયલ ગામેતી ગઈકાલે રાત્રે 8:15 વાગે દિનેશ મિલ પાસેથી પસાર થતી હતી ત્યારે પાછળથી ચાલતા આવેલા કોઈ હુમલાખોરે તેને જાંગ ભાગે ચાકુ ઉડાવી દીધું હતું.
મહિલા પોલીસ કોન્સ્ટેબલ ને સારવાર માટે લઇ જવાઇ હતી. મહિલા ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને છ મહિના પહેલા પણ રીક્ષામાં કોઈ અજાણ્યા શખ્શે લાફો મારી ધમકી આપી હોવાની વિગતો જાણવા મળી છે.ગોત્રી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply