[ad_1]
વડોદરા, તા. 23 નવેમ્બર 2021 મંગળવાર
અસંગઠિત શ્રમયોગીઓને વીમા યોજનાનો લાભ મળી રહે તે માટે ઇ-શ્રમ કાર્ડ આપવાનો નિર્ણય સરકારે લીધો છે. વડોદરામાં શ્રમ વિભાગની કચેરી દ્વારા છેલ્લા
બે જ માસમાં ત્રીસ હજાર અસંગઠિત શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે.
અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે ઘરેલુ શ્રમયોગી, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી કે વેતન શ્રમયોગીનો સમાવેશ કરવામાં આવે છે. આ ઇ-શ્રમ કાર્ડની
નોંધણી કોમન સર્વિસ સેન્ટર ખાતેથી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ 100 દિવસમાં લાભાર્થીને તેમને મળવાપાત્ર સહાય આપવાનો લક્ષ્યાંક નિયત કર્યો છે,
તેમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મદદનીશ શ્રમ કમિશનર આશિષ ગાંધી જણાવે છે કે, ‘છેલ્લા બે જ માસમાં 190 કેમ્પો કરીને વિવિધ ક્ષેત્રના 30 હજાર શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે. આ
યોજનાનો લાભ લેવા કોઇ પણ શ્રમિક વ્યક્તિને સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તરીકે આ કાર્ડનો લાભ મળશે.
બાંધકામ, ખેતી,મનરેગા, માછીમારી, આશા વર્કર, આંગણવાડી, ફેરિયા, ઘરેલુ કામ કરતા શ્રમયોગી, રિક્ષા ડ્રાઈવર, દૂધ મંડળીના સભ્યો પણ નોંધણી કરવી
શકશે.
આધાર નંબર, તેની સાથે લિંક હોય તે મોબાઈલ નંબર અને બેન્ક ખાતા નંબર આઇએફએસસી નંબર સાથે નોંધણી થઈ શકે છે. અરજદાર પીએફ કે કામદાર
રાજ્ય વીમા યોજનાનો લાભ ના મેળવતા હોવા જોઈએ. આવક વેરો ભરતાં ના હોવા જોઈએ. ઉંમર 16 થી 60 વર્ષ અંદર હોવી જોઈએ.
શ્રમિક કાર્ડ મેળવનાર લાભાર્થીને આકસ્મિક કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.2 લાખની સહાય અને આંશિક અપંગતના કિસ્સામાં એક વર્ષ માટે એક લાખની
સહાય મળે છે.
[ad_2]
Source link
Leave a Reply