[ad_1]
– બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવી, માતાએ એકલે હાથે ઉછેરીને ખુશ્બુ નું સપનું સાકાર કર્યું
વડોદરા, તા. 23 ડિસેમ્બર, ગુરુવાર
કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ વાત વડોદરાની દલિત યુવતી ખુશ્બુ એ સાબિત કરી બતાવી છે બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી ખુશ્બુ પરમાર ને માતાએ ભણાવી અને કમર્શિયલ પાઇલટ બનાવી છે.
વડોદરાના મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી 28 વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમારનું બાળપણથી એકમાત્ર સ્વપ્ન હતું આકાશમાં ઉડવાનું. નાનપણમાં પિતાના અવસાનને પરિણામે નબળી આર્થિક પરસ્થિતિ ખુશ્બુના સપનાઓ વચ્ચે મુશ્કેલીના પહાડ સમાન હતી. માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરે છે અને તેમણે પોતાની દીકરીના આંખના સપનાના આંજણને ઝાંખુ પડવા દીધું નહીં. ધોરણ 12 સાયન્સ સુધી લગનથી અભ્યાસ કરાવ્યો. ખુશ્બુનું દૃઢ મનોબળ, પરિશ્રમે તેને આ સફળતા અપાવી છે અને ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના હેઠળ રૂ. 24,72,૦૦૦ ની લોન દ્વારા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી થઈ છે. કમર્શિયલ પાઇલટ લાઇસન્સ મેળવીને ખુશ્બુએ પોતાના પરિવાર અને સમાજને ગર્વિત કર્યા છે. ખુશ્બુ હાલની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.
[ad_2]
Source link
Leave a Reply