[ad_1]
વડોદરા, તા. 20 ડિસેમ્બર
શહેરમાં ફાયર સેફટી માટે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ફાયર સેફ્ટીની બેદરકારી રાખનાર વધુ બે કોમર્શિયલ બિલ્ડીંગને આજે સીલ કરવામાં આવી છે.
વડોદરામાં ફાયર સેફટી નહી રાખનાર હોસ્પિટલ તેમજ સ્કૂલો સામે કાર્યવાહી કર્યા બાદ હવે કોમર્શિયલ કોમ્પલેક્ષ સામે પણ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દરમિયાન બે દિવસ પહેલા સયાજીગંજ ના પ્રોફિટ સેન્ટર ને સીલ કરવામાં આવ્યું હતું.
વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સેફટી માટે પગલાં નહીં લેનાર વધુ બે કોમ્પ્લેક્સ ને આજે સવારે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તેમજ કોર્પોરેશનના સ્ટાફ સાથે ફાયર બ્રિગેડે મહાત્મા ગાંધી નગર ગૃહ સામેની સિટાડેલ બિલ્ડીંગ તેમજ નવરંગ કોમ્પ્લેક્ષના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.
[ad_2]
Source link
Leave a Reply