[ad_1]
વડોદરા શહેરની ખાનગી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પોતાની સાઇકલ લઈ શાળાએ જવા નીકળ્યા બાદ છેલ્લા બે દિવસથી લાપતા થઈ જતા વિદ્યાર્થીના પિતાએ માંજલપુર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય રણજીત કુમાર પરમાર ડ્રાઇવિંગ કરી પરિવારનું જીવન નિર્વાહ ગુજારે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. જેમાં મોટો દીકરો ૧૫ વર્ષીય ધ્રુઆંશ ડભોઇ રોડ ઉપર આવેલી જેનીથ સ્કૂલ ખાતે ધોરણ 10માં અભ્યાસ કરે છે. શાળાઓ શરૂ થતા 23 નવેમ્બરના રોજ બપોરે ધ્રુઆંશ પોતાની સાઇકલ લઇને શાળાએ જવા નીકળ્યો હતો. મોડી સાંજ સુધી ધ્રુઆંશ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, તે શાળાએ પહોંચ્યો જ નથી. તેના મિત્ર વર્તુળમાં પૂછપરછ કર્યા બાદ નજીકના બાગ બગીચા પણ પરિવારજનો ખૂંદી વળ્યા હતા. છતાં કોઈ પત્તો ન લાગતા આખરે તેઓએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
[ad_2]
Source link
Leave a Reply