વડગામના બાવલચુડી ગામે ખેત મજુરે ખેડૂતને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા

[ad_1]

છાપી,તા.29

વડગામ તાલુકાના બાવલચુડી ગામે રવિવારે બપોરના સુમારે ખેડૂત
અને ખેત મજૂર વચ્ચે કામ બાબતે બબાલ થતાં ઉશ્કેરાયેલા ખેતમજુરે ખેડૂતના ગળા ઉપર
તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારતા ખેડૂત લોહી-લુહાણ થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી
હતી.

વડગામ તાલુકાના બાવલચુડી ગામે રહેતા આસીફભાઈ કરડીયા ગામનાજ
એક ખેડૂતનું ખેતર ઉધડ થી વાવવા રાખેલ ખેતરમાં ખેતી કામ કરવા માટે કેશુભા (ઉર્ફે
જીગો ) વાઘુભા ઝાલા રહે . રૃપપુરા તા. બેચરાજી જી. પાટણવાળાને બે માસ પૂર્વે રાખેલ
હતો. દરમિયાન રવિવારે કામ ની બાબતે આસીફભાઈ અને ખેતમજૂર વચ્ચે તકરાર થઈ હતી.
દરમિયાન આસિફભાઈએ  ઠપકો આપતા ઉશ્કેરાયેલા
મજુરે હાથમા રહેલા હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગળાના ભાગે ઘા કરી ઈજાઓ પહોંચાડી
હતી. આસિફભાઈ લોહીલુહાણ થઈ ગયેલ જેની પરિવાર ને જાણ થતાં પરિવાર તાત્કાલિક ઘટના
સ્થળે પહોચી આસિફભાઈને ગંભીર હાલત માં તાત્કાલિક ૧૦૮માં પાલનપુર સારવાર હેઠળ
ખસેડયા હતા. જોકે ફરજ પર ના તબીબે ઈસમની હાલત ગંભીર હોવાનાના કારણે ગળા નું ઓપરેશન
કરવું પડે તેમ હોઈ વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ફરાર 
આરોપી કેશુભા ઝાલાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *