[ad_1]
દાહોદઃ દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં ગત મોડીરાત્રીના સમયે એક મુસાફર ભરેલી મધ્યપ્રદેશની ખાનગી બસ પલટી ખાઈ જતાં અંદર સવાર 35 મુસાફરો પૈકી 4 મુસાફરેને ઈજા થતાં દવાખાને સારવાર અર્થે ખસેડયા હતા.
મધ્ય પ્રદેશના જોબટથી રાજકોટ જતી ખાનગી બસના ચાલકનો સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવી બસના કાચ તોડી અંદરથી ઈજાગ્રસ્ત મુસાફર સહિત અન્ય મુસાફરોને બહાર કાઢવાની કામગીરી આરંભી હતી.
ત્રણ થી ચાર મુસાફરને માથાના ભાગે ઈજા થતાં તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. સદનસીબેન કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકોરો અનુભવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર પહોંચી ગયેલ પોલીસે ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply