[ad_1]
વડોદરા.દીકરીના છૂટાછેડા પછી તેને સારી રીતે રાખતી મહિલા પર પૂર્વ જમાઇને ચપ્પુ વડે હુમલો કરી ગળા પર ગંભીર ઇજા પહોંચાડી હતી.જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વારસિયા રીંગરોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ભીખીબેન કાળીદાસ રાણા ઘરકામ કરે છે.વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,હું મારા દીકરા જીતુ તથા દિકરી હેમુની સાથે રહું છું.મારો દીકરો જીતુ સરદાર એસ્ટેટમાં ચોકલેટના કારખાનામાં નોકરી કરે છે.મારી દીકરી હેમુએ નવ વર્ષ પહેલા સ્ટેમ્પ પેપર પર કરાર કરીને રવિ સુરેન્દ્રસિંહ રાઠોડ (રહે.ભાબીજોલી,આગ્રા,યુ.પી.) સાથે લગ્ન કર્યા હતા.હેમુને સંતાનમાં એક દીકરી છે.મારી દીકરી હેમુને જમાઇ હેરાન પરેશાન કરતા હોય તેમની વચ્ચે મનમેળ નહતો.જેથી,સાત વર્ષ પહેલા બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા.મારી દીકરી મારી સાથે મકાનના ઉપરના માળે રહે છે.અને વૃદ્ધ મહિલાઓની સેવા ચાકરી કરવા જાય છે.
ગઇકાલે હું તથા મારી દીકરાની પત્ની હેમાબેન ઘરે હતા.મારો દીકરો જીતુ નોકરી પર ગયો હતો.સાંજે સાડા છ વાગ્યે મારા જમાઇ રવિ રાઠોડે આવીને મારૃં મોઢું દબાવી દીધું હતું.અને ગળા પર ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.મેં બૂમાબૂમ કરતા અન્ય લોકો દોડી આવતા આરોપી રવિ ભાગી ગયો હતો.મને ગળા પર સાત ટાંકા આવ્યા છે.આ હુમલાનું કારણ એ છે કે,છૂટાછેડા પછી હું મારી દીકરીને સારી રીતે રાખતી હતી.જે વાત જમાઇને ગમતી નહતી.
વારસિયા પોલીસે આ અંગે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply