રાજકોટ જિલ્લામાં 80,000 બાળકો અને 28,000 હેલ્થ વર્કરને ડોઝ અપાશે

[ad_1]


સોમવારે  સ્પેશ્યલ  ડ્રાઈવમાં 21,000 લોકોને રસી અપાઈ : પ્રથમ ડોઝ 11.66  લાખ લોકોને અને બીજો ડોઝ  9.97 લાખ લોકોને અપાયો, બુસ્ટર ડોઝ માટે તા. ૧ લી થી રજીસ્ટ્રેશન શરૂ 

 રાજકોટ, : ભારત સરકારે  12થી 18 વર્ષનાં બાળકોને કોરોના વિરોધી રસીનાં ડોઝ માટે મંજૂરી આપી દીધા બાદ આરોગ્ય વિભાગે તેના માટે કવાયત શરૂ કરી દીધી છે. રાજકોટ જિલ્લામાં આશરે 80,000 બાળકો બુસ્ટર ડોઝ લેવા માટે એલીજીબલ છે આ ઉપરાંત હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કરમળીને  28.000 લોકોને બુસ્ટર ડોઝ આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. 

રાજકોટ જિલ્લામાં 11,000 હેલ્થ વર્કર અને 17,000 ફ્રન્ટ લાઈન વર્કરને બુસ્ટર ડોઝ  આપવામાં આવશે. અત્યાર સુધીમાં જિલ્લામાં 11.66  લાખ લોકોને પ્રથમ ડોઝ  અને 9.97 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દરમિયાન આજે રસીકરણને વેગ આપવા માટે સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવી હતી જિલ્લામાં  પ૦પ  રસી માટેનાં કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા  સાંજ સુધીમાં 21,000 થી વધુ લોકોને રસી અપાઈ હતી. સામાન્ય રીતે એક દિવસમાં નવેક હજાર લોકોને રસી આપવામાં આવે છે આજે રસીકરણ ડબલ થયું હતુ. 

દરમિયાન તા. 3 જાન્યુઆરીથી બાળકોને રસી આપવાનો આરંભ થશે પરંતુ તેનું  રજીસ્ટ્રેશન તા. 1 લીથી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગનાં અંદાજ મુજબ 12થી 18 વર્ષની  વય જૂથનાં આશરે 80,000 બાળકો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 18 થી 44 વર્ષની વય જૂથનાં 12.94 લાખ લોકોને અને 45થી 60 વર્ષની વય જૂથનાં 5.42 લાખ લોકોને રસી અત્યાર સુધીમાં આપવામાં આવી છે. 

રશિયન રસી લેવા  કોઈ તૈયાર નથી 

રાજકોટ, : ભારતમાં કોરોના વિરોધી રસી માટે સૌથી વધુ કોવિશિલ્ડ અને કોવેકસીન રસી લેવામાં આવે છે ભારત સરકારે રશિયાએ વિકસાવેલી સ્પુતનિક ને મંજૂરી આપી છે પરંતુ આ રસી લેવા કોઈ તૈયાર થતુ નથી. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યકિતએ આ રશિયન રસી લીધી નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં  21.04 લાખ લોકોએ કોવિશિલ્ડનો ડોઝ લીધો છે જયારે કોવેકસીન માત્ર 59.844 લાખ લોકોએ લીધી છે અને રશિયન સ્પુતનિક એક પણ વ્યકિતએ લીધી નથી. બાળકોને કોવેકસીનનાં ડોઝ આપવામાં આવશે. 

[ad_2]

Source link