[ad_1]
નવેમ્બરમાં શહેરમાં 54 કેસો, તેમાં 90 ટકાએ બન્ને ડોઝ લીધા હતા!
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા વેરિયન્ટથી રિ-ઈન્ફેક્શનની ભીતિ વધ્યાનું જાહેર કરી અટકાયતી પગલાં પર ભાર મુક્યો
રાજકોટ : અનલોક થઈ રહેલા વિશ્વમાં ફરી એક વાર મહામારીનો ભય સર્જનાર દક્ષિણ આફ્રિકામાં તા.9ના આવેલા અને ગત તા.26ના લેબ.ટેસ્ટીંગમાં નિદાન થયેલા કોરોનાના નવા રૂપ બી-1-1-529 કે જેને ઓમિક્રોન નામ અપાયું છે
તેનાથી કોરોના થયો હોય તેને ફરી કોરોના થવાનો ખતરો વધ્યો હોવાનું જાહેર થયું છે ત્યારે રાજકોટમાં હજુ આ નવો વેરિયેન્ટ આવ્યો નથી આૃથવા તો શોધાયો નથી ત્યાં જ ચાલુ નવેમ્બરમાં કોરોનાના 45 દર્દીઓ એવા છે જેઓએ રસીના બન્ને ડોઝ લીધા છતાં કોરોના થયો છે.
આૃર્થાત્ ગુજરાતમાં હાલમાં સક્રિય ડેલ્ટા વાયરસ પણ રસીથી આવતા એન્ટીબોડી પાસે સાવ નિષ્ક્રીય થતો નથી. રાજકોટ મનપા સૂત્રો અનુસાર તા.29 નવેમ્બર સુધીમાં શહેરમાં કોરોનાના 54 કેસો નોંધાયા છે જેનું વિશ્લેષણ કરતા (1) આશરે 90 ટકા એટલે કે 45 કેસો એવા છે જેઓએ રસીના બન્ને ડોઝ લીધા હતા (2) 2 કેસમાં રસીનો એક ડોઝ લેવાયો હતો
(3) 3 દર્દી 18 વર્ષથી નાની વયના હોય તેઓને હજુ રસી મળી નથી અને (4) 3 દર્દી એવા હતા જેઓને રસી મળે છે પણ લીધી નથી. (5) કોરોનાના મોટાભાગના દર્દીઓ બહારગામ પ્રવાસે ગયા હતા. (6) પહેલા માત્ર 60 પ્લસને કોરોનાના કેસો આવતા, હવે દરેક ઉંમરમાં આવે છે અને એક કુટુંબમાં એકથી વધારેને પણ આવે છે.
આમ, ગુજરાતમાં તરખાટ મચાવનાર ડેલ્ટા વાયરસ થી પણ કોરોના ફરી થયો છે ત્યારે વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશન (હૂ)એ ટેકનીકલ એડવાઈઝરી ગુ્રપ ઓન વાયરસ ઈવોલ્યુશન (ટેગ-વી) મૂજબ જે અપડેટ જારી કર્યું છે તે મૂજબ નવા વેરિયેન્ટ ઓમિક્રોનથી અગાઉ જેમને કોરોના થયો હોય તેમને ફરી કોરોના થવાનું જોખમ વધ્યું છે તેમાં પ્રાથમિક પૂરાવા મળ્યાછે.
આ ઉપરાંત હૂના મુખ્ય વૈજ્ઞાાનિકે પણ જણાવ્યું છે કે નવો વેરિયેન્ટ એ વેકઅપ બેલ એટલે કે લોકોને નિયમોના પાલન પ્રતિ જાગૃત કરતી ઘંટડી છે. તમામ તજજ્ઞાોએ હજુ પણ કોરોનાથી બચવા લોકોને આરોગ્યપ્રદ નિયમો પાળવા પર જ ભાર મુક્યો છે.
જો કે હાલની વેક્સીન નવા વેરિયેન્ટ પર કેટલી અસરકારક તે પ્રમાણિત થયું નથી પરંતુ, વેક્સીનના બન્ને ડોઝ લેનારા ભલે કોરોના થવાથી તો બચી શકવાની ગેરેંટી નથી પરંતુ, કોરોના થાય તો ગંભીર સિૃથતિ થવાનું જોખમ ઘણુ ઘટી જાય છે તેમ વિશ્વ આરોગ્ય સંસૃથાએ પણ જણાવ્યું છે.
[ad_2]
Source link
Leave a Reply