[ad_1]
– સિંગણપોર પોલીસની લોકરક્ષક પીએસઆઇની ભરતી માટે રનીંગની પ્રેક્ટીસ માટે જઇ રહી હતીઃ માથામાં ફ્રેક્ચર, ગળાના મણકામાં ઇજા
સુરત
રાંદેર સુલતાનીયા જીમખાના ગ્રાઉન્ડ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે રનીંગની પ્રેકટીસ માટે જઇ રહેલી સિંગણપોર પોલીસ સ્ટેશનને મહિલા લોકરક્ષકને બાઇક સવારે અડફેટમાં લેતા માથા અને ગરદનમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સુરત શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાતેક મહિનાથી લોકરક્ષક તરીકે ફરજ બજાવતી મનિષા નારાયણ જાદવ (ઉ.વ. 22 હાલ રહે. 44, ઓમકાર સોસાયટી, ગદા સર્કલ પાસે, સિંગણપોર અને મૂળ. નારીચણા, તા. ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર) હાલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહી છે. બે દિવસ અગાઉ મનિષા ઘરેથી પગપાળા રાંદેર ક્રોઝવે નજીક સુલતાનીયા જીમખાના ગ્રાઉન્ડ પર રનીંગની પ્રેકટીસ માટે જવા નીકળી હતી. તે દરમિયાન ક્રોઝવેનો રાંદેર તરફનો ઢાળ ચઢી રહી હતી ત્યારે પાછળથી ઘસી આવેલા બાઇક ચાલકે અડફેટમાં લેતા મનિષાને માથામાં અને શરીરે મૂઢ ઇજા થઇ હતી. જયારે બાઇક સવાર પણ રોડ પર પડી ગયો હતો. જો કે લોકોનું ટોળું એક્ઠું થઇ જતા બાઇક સવાર ભાગી ગયો હતો. માથામાં પાછળના ભાગે ફ્રેક્ચર અને ગરદના મણકામાં ઇજા થતા અર્ધબેભાન અવસ્થામાં મનિષાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
[ad_2]
Source link
Leave a Reply