રણોત્સવને પરિણામે કચ્છના કલા કસબીઓની આર્થિક સધ્ધરતા વધી

[ad_1]

ભુજ,શુક્રવાર

છેલ્લા બે દાયકાથી કચ્છનો પ્રવાસન ઉદ્યોગ પૂર્ણ ચંદ્રની જેમ સોળે કળાએ ખીલી ઉઠયો છે. કચ્છી ઈકોનોમીમાં પ્રવાસન ક્ષેત્રની આવકનો સિંહફાળો છે તેમાંય વિશેષ રીતે રણોત્સવનું આગવું મહત્વ છે. પ્રવાસીઓના કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, હસ્તકલાના વ્યવસાયનો ખૂબ જ વિકાસ થયો છે જેાથી કચ્છના કળા-કસબીઓ આિાર્થક રીતે પગભર બનતા તેમના જીવન ધોરણના સ્તરમાં પણ સુાધારો થયો છે.

કચ્છી હસ્તકળાના વસ્ત્રો અને ચીજવસ્તુઓ દેશ-વિદેશમાં નિકાસ થઈ રહી છે પરિણામે કચ્છીઓ વિદેશી હુંડીયામણની કમાણી કરી આપવામાં પણ અગ્રેસર છે. કચ્છના હસ્તકળાના ઉત્પાદનો જેમ કે શાલ, આભુષણો, થેલા, કાષ્ઠકારની વસ્તુઓ અને ભરતગુંથણ કરેલી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.

જાણકારો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ કચ્છ હસ્તકળા વ્યવસાયનું વાર્ષિક ટન ઓવર અંદાજીત રૃા.ર૮૦ કરોડને પાર કરી ચૂક્યું છે. જેમાં એન.જી.ઓના સહયોગાથી ૪૦ કરોડ કારીગરો દ્વારા સીધું વેચાણ રૃા.૩૮ કરોડ અને નાના નાના યુનિટ દ્વારા રૃા.ર૦ર કરોડની હસ્તકળાની ચીજોનું વેચાણ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનિય છે. સરહદી આ જિલ્લાને સુંદર હસ્તકળાની સમૃદ્ર ભેટ મળી છે. આ ઉત્પાદનો સંલગ્ન સમુદાયની સંસ્કૃતિમાં હિસ્સા છે. હસ્તકળાના વ્યવસાયમાં મોટા ભાગના પેઢી દર પેઢીથી આગળ વાધી રહ્યો છે અને કારીગરો આિાર્થક રીતે સક્ષમ પણ બની રહ્યા છે. ગુજરાતના આૃર્થતંત્રમાં કચ્છી હસ્તળાનું મહત્વપૂર્ણ યોગદાન છે.

વિવિાધ સમાજના સમુદાય પ્રમાણે પરંપરાગત અલગ અલગ હસ્તકળાનું કામ હોય છે. કાછી, ઢેબરીયા, રબારી, સોઢા, રાજપૂત, મુતવા, જત, સિંધી, મેમણ, નોડે આહિર સમાજની મહિલાઓ સોઈ દોરા વડે તેમના પરંપરાગત હસ્તકળાની વિવિાધ કલર અને ડિઝાઈનના વસ્ત્રો સાથે અન્ય ચીજવસ્તુઓ બનાવે છે.

ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ કારીગરોની વારસાગત કળા-કારીગરીના કારણે આિાર્થક રીતે સ્વનિર્ભર બની સન્માનપૂર્વક જીવી શકે છે અને પરિવારને પણ આિાર્થક બોજા રૃપ બનવાના બદલે મદદરૃપ બની રહી છે.

જિલ્લામાં ભરતકામ ઉપરાંત લેાધરકામ અને માટીકામ, કાષ્ઠકારીગરીમાં વારસાગત સુઝબુઝાથી અવનવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.

કચ્છના કારીગરો ભારતના કોઈપણ ખૂણે પહોંચી જઈને કચ્છી હસ્તકલાની ચીજોનું પ્રદર્શન કરે છે. એક માહિતી મુજબ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કલકત્તા, ભોપાલ, ઈન્દોર, પુના, બેંગ્લોર, મૈસુર, ગ્લાવીયર, ગૌહાટી, અમદાવાદ, વડોદરા શહેરોમાં કલાઓનું પ્રદર્શન-વેચાણ માટે જાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હસ્તકલાના ઉત્પાદન અને વ્યાપાર ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કચ્છી કલાકારોને રાજકીય સામાજીક ક્ષેત્રે નોંધ લઈ પુરસ્કૃત કરવામાં આવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *