રડી-રડીને અડધી થઈ ગઈ દીપિકા કક્કર, કહ્યું- અમારી સાથે થયું તે કોઈની સાથે ના થવુ જોઈએ – dipika kakar and shoaib ibrahim devasted after pet’s death shares video

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ટીવી અભિનેત્રી દીપિકા કક્કરના પાલતુ શ્વાન કડલનું નિધન.
  • કડલના નિધનને કારણે આઘાતમાં છે દીપિકા અને શોએબ.
  • પતિ-પત્નીએ વીડિયો શેર કરીને પોતાની પીડા વ્યક્ત કરી.

‘સસુરાલ સિમર કા’ ફેમ અભિનેત્રી દીપિકા કક્કર અને તેના પરિવાર પર અત્યારે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દીપિકા અને તેનો પતિ શોએબ ઈબ્રાહિમ અત્યારે શોકમાં ગરકાવ છે. દીપિકા રડી રડીને અડધી થઈ ગઈ છે ત્યારે શોએબ પણ પોતાના આંસુ રોકી નથી શક્યો. આ કપલે તાજેતરમાં જ પોતાના પાલતુ શ્વાનને ગુમાવ્યો છે. તેમના પેટનું નામ કડલ હતું. દીપિકા અને શોએબે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખીને આ વાતની જાણકારી ફેન્સને આપી હતી. ત્યારપછી તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતાની પીડા વ્યક્ત કરી છે અને એક કડવો અનુભવ પણ શેર કર્યો છે.

લગ્ન બાદ રાજકુમાર રાવ અને પત્રલેખાએ કરી પાર્ટી, નાઈટી અને ચપ્પલમાં પહોંચી ફરાહ ખાન
વીડિયોમાં જોઈ શકાય છે કે દીપિકા કક્કરની આંખો સૂજેલી છે. પતિ-પત્ની ઘણાં હતાશ જણાઈ રહ્યા છે. વીડિયોમાં વાતચીત દરમિયાન પણ દીપિકા રડી પડે છે. દીપિકાએ વીડિયોમાં જણાવ્યું કે તેમના પેટની તબિયત પાછલા એક વર્ષથી ખરાબ હતી. તબિયત ખરાબ હોવા છતાં તે હિંમતથી રમતો રહેતો હતો. ઉલ્લેખનીય છે કે શોએબ અને દીપિકા માટે કડલ ઘરના પરિવાર સમાન જ હતો. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર કડલ સાથેની તસવીર શેર કરતા રહેતા હતા.

દીપિકાએ વીડિયોમાં કહ્યું કે, તે હવે આ દુનિયામાં નથી. તેને અસ્થમા અને કેન્સરની સમસ્યા હતી. તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર સંપૂર્ણપણે સમાપ્ત નથી થઈ શકી. અમે તેને મુંબઈના બેસ્ટ ડોક્ટર્સ પાસે લઈ ગયા હતા. પાછલા બે અઠવાડિયાથી તેની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી. પરંતુ તે રમતો રહેતો હતો. પાછલા બે દિવસથી તેની તકલીફ વધી ગઈ હતી. હું તેને ડોક્ટર પાસે લઈ ગઈ, ત્યાં તેને નેબ્યુલાઈઝર વગેરે આપવામાં આવ્યું. તેણે અત્યંત શાંતિપૂર્વક રીતે અંતિમ રાત અમારી સાથે પસાર કરી હતી.

દીપિકાએ જણાવ્યું કે, બીજા દિવસે તેની તબિયત વધારે લથડી હતી અને અમે તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે અમને કહ્યુ હતું કે તે હવે સાજો નહીં થઈ શકે. અમે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, તેની તકલીફ પણ જોઈ નહોતા શકતા. પરંતુ તે અમને એટલો પ્રેમ કરતો હતો કે તેણે અમારી મૂંઝવણનું સમાધાન પોતે જ લાવી લીધું. 15 મિનિટમાં તો ડોક્ટરોએ અમને સમાચાર આપ્યા કે તે શ્વાસ નથી લઈ રહ્યો. શોએબ ઈબ્રાહિમે મુંબઈની પેટ હોસ્પિટલનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મુંબઈમાં બે જ પેટ હોસ્પિટલ એવી છે જે 24 કલાક કાર્યરત હોય છે. દીપિકાએ કહ્યું કે, આ વિષે અમે અત્યારે વાત કરવા નથી માંગતા પણ ચોક્કસપણે હું આ બાબતે ફરીથી વાત કરીશ. હું તે હોસ્પિટલની હકીકત બધાને કહીશ. જે અમારી સાથે પેટ ઝોન હોસ્પિટલમાં થયું તે કોઈ બીજા સાથે ના થવું જોઈએ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *