[ad_1]
મોડાસા,તા. 26
ગુજરાત પ્રદેશ ભાજપા અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાજયભરમાં
યોજાઈ રહેલ સંવિધાન ગૌરવ યાત્રાનો પ્રારંભ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી રાજયના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાવાયો હતો.
રાજયભરમાં પરીભ્રમણ
કરનાર આ યાત્રાનું ૬ ડીસેમ્બરના રોજ વડનગર ખાતે સમાપન કરવામાં આવનાર છે. ત્યારે યાત્રાને
પ્રસ્થાન કરાવવાનું ગૌરવ અરવલ્લી જિલ્લાને પ્રાપ્ત થતાં જિલ્લા ભાજપા, અનુસૂચિત જાતિ મોરચો
સહિત જિલ્લાના કાર્યકરો અને જિલ્લાવાસીઓમાં ઉત્સાહ વર્તાયો હતો.
રાજયભરમાં ૨૬મી નવેમ્બરથી ૧૧ દિવસની સંવિધાન ગૌરવ યાત્રા યોજવાનો
નિર્ણય પ્રદેશ ભાજપા દ્વારા અનુસૂચિત જાતિ મોરચાની રાહબરી હેઠળ કરવામાં આવ્યો હતો ગુજરાતના
૩૩ જિલ્લા અને ૮ મહાનગરમાં પરીભ્રમણ કરનાર આ સંવિધાન ગૌરવયાત્રાનો પ્રારંભ અરવલ્લી
જીલ્લાના મોડાસાથી શુક્રવારના રોજ કરાયો હતો.મોડાસા ખાતે ઉપસ્થિત રહેલા રાજયના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે નગરના સર્વોદયનગર વિસ્તારમાં આવેલા કોમ્યુનીટી હોલ ખાતે સ્થાપિત
ર્ડા.બાબા સાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમાને હાર પહેરાવી,પૂજન અર્ચન કરી આ
ગૌરવયાત્રાનો રાજયભરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા નિમિત્તે યોજાયેલ સમારોહમાં
ઉપસ્થિત કાર્યકરો,પ્રજાનનોને
સંબોધતાં રાજયના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે બંધારણના ઘડતરના દિવસોમાં ર્ડા.બાબા
સાહેબ આંબેડકરે શારિરીક પીડા અને અન્ય પડકારો સહન કર્યા હતા.દુનિયાભરમાં સૌથી લાંબુ
અને શ્રેષ્ઠ આ પવિત્ર બંધારણનું મહત્વ જણાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જેમ,દ્યાર્મિક અનુયાયીઓ
માટે પવિત્ર ગ્રંથો ગીતા,બાઈબલ અને
કુરઆનનું જેટલું મહત્વ છે. તેટલું જ મહત્વ
આ દશેના દરેક નાગરિક માટે બંધારણના પવિત્ર ગ્રંથનું રહેલું છે.
[ad_2]
Source link
Leave a Reply