[ad_1]
મોડાસા,તા. 23
ભિલોડા તાલુકાના મોટાકંથારીયા ગામે બાઈક લઈ જતાં યુવક ખેડૂતને
તેના બે કુટુંબી સગાઓએ રસ્તામાં આંતરી,ગળદાપાટુ
અને પથ્થર વડે માર મારી ઈજાઓ પહોંચાડતાં ચકચાર મચી હતી. જુની અદાવતમાં કરાયેલ આ હુમલા
પ્રકરણે શામળાજી પોલીસ સ્ટેશને ફરીયાદ કરાતાં
જ બે આરોપી ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.
તાલુકાના મોટાકંથારીયા ગામના રાજેશભાઈ લલ્લુભાઈ ખરાડી ના ઘરે
કલર કામ ચાલુ હોઈ તેઓ ગત રવિવારના રોજ કલર કામના કારીગરોને સાંજે તેઓના ઘરે મૂકવા જઈ
રહયા હતા.
દરમ્યાન રસ્તામાં આ યુવકને આંતરી તેમના ગામના અને કુંટુંબી સગા
બે શખ્સોએ આ બાઈક ચાલક યુવકને આંતરી લીધો હતો અને રસ્તામાં જ અટકાવી તે અગાઉ અમારા
ઘર પાસે તારા ખેતરમાં કચરો કેમ સળગાવ્યો હતો ? એમ કહી આ અદાવતમાં આ બાઈક ચાલક યુવકને નીચે પાડી દઈ ગળદાપાટુનો
માર માર્યો હતો.આ યુવક ખેડૂત સાથે રહેલા કલર કામના કારીગરોને પણ આ હુમલાખોરોએ ધમકાવી ભગાડી મૂકયા હતા.અને આ બાઈક ચાલક યુવકને
નીચે પાડી દઈ ગળદાપાટુનો અને હાથમાં પથ્થર લઈ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
જયારે બરડામાં પણ બંને
હુમલાખોર ઈસમોએ મૂક્કાનો માર મારી રાજેશભાઈ ખરાડી (ઉ.વ.૨૩)ને ઘાયલ કર્યા હતા.જોકે તે
દરમ્યાન આ યુવકના બહેન આવી જતાં હુમલો કરનાર બંને ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાગી ગયા હતા.આ હુમલામાં ઘવાયેલ યુવકે જરૃરી સારવાર મેળવી હતી અને ગત સોમવારના રોજ
શામળાજી પોલીસ સ્ટેશને આવી આ બંને આરોપી ઈસમો વિરૃધ્ધ ગુનો નોંધાયો હતો.શામળાજી પોલીસે
આરોપી અમૃતભાઈ દોલાભાઈ ખરાડી અને કાવજીભાઈ મેઘાભાઈ ખરાડી (બંને રહે.મોટા કંથારીયા)
વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link
Leave a Reply