મેઘરજના વૈડીડેમમાંથી સિંચાઇનું બે નહેરોમાં અંતે પાણી છોડાયું

[ad_1]

મેઘરજ તા. 20

મેઘરજ તાલુકાના વૈડીડેમમાંથી બે કેનાલો મારફતે રવી વાવેતર
માટે પાણી છોડવામાં આવતાં વૈડી ડેમ વિસ્તારના ૧૨ જેટલા ગામોના ખેડુતોને રાહત થઇ
છે.

તાલુકામાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદ વરસ્યો છે જેને લઇને ભર
શિયાળામાં તળાવો અને કુવાનાં તળીયાં દેખાવા લાગ્યાં છે મેઘરજના વૈડીડેમમાં ૯૫ ટકા
પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ગુરૃવારે વૈડીડેમની ડાબા અને જમણા કોઠાની નહેરોનું
સમાર કામ પુર્ણ થતાં રવી સિઝનમાં સિંચાઇ માટે નહેરોમાં ૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ
હતુ બંને કાંઠાની નહેરોના વિસ્તારમાં ૧૨૦૦ હેક્ટર જમીનમાં સિંચાઇ થશે જેમાં
મોટીમોરી
, જીતપુર, જીવણપુર, ખોખરીયા,
સિસોદરા, ધુળકોટા, અદાપુર,
ગોઢા, ઉકરડી, વડથલી,
વાંક, લાલપુરકોટડા જેવા ૧૨ ગામોના ખેડુતોને
લાભ મળશે.

વૈડી ડેમના કાર્યપાલક ઇજનેર.એસ.એન.શાહ અને મ.ઇ નિરવભાઇ
પટેલે જણાવ્યુહતુ કે વૈડી ડેમ ૯૫ ટકા ભરાઇ જવા પામેલ હોય ખેડુતોને રવી સિઝનમાં
જરૃરીયાત મુજબના પાચ થી છ રાઉન્ડ પાણી આપવામાં આવશે તેમ જણાવતાં ડેમ વિસ્તારના
ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *