[ad_1]
મેઘરજ તા.24
મેઘરજ તાલુકાના અંતરીયાળ વિસ્તારના છીકારી ગામે દેવદિવાળીના
દિવસે કેટલાક અજાણ્યા શખ્સોએ સામુહીક હત્યા કરવાના ઇરાદે પિવાના પાણીના બોરમાં ઝેરી
દવા નાખી હોવાના આક્ષેપ કરાતાં આરોગ્ય તંત્ર દ્દારા બોરના પાણીના ત્રણ સેમ્પલ લઇ પરીક્ષણ
માટે મોકલાયા હતા જેમાંથી બે સેમ્પલના રિપોર્ટ આવી ગયાછે જેમાં બોરનું પાણી પીવાલાયક
ન હોવાનુ જણાવાયુ છે અન્ય એક સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઇ રહીછે ત્યારે તંત્ર દ્વારા
પાણીના બોર ઉપર બોર્ડ લગાવાયુ હતું.
દેવદિવાળીના રોજ છિકારી ગામના ડેડુણ મોહનભાઈ રામાભાઈના ઘરે ભજન
સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સગાં સંબંધીઓ અને ગામજનો ભજન સત્સંગનો લાભ લેવા
હાજર હતા. તેવા માહોલમાં ઘરની બાજુમાં આવેલા પિવાના પાણીના બોરમા રાત્રીના સમયમા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઝેરી પ્રવાહી દવા નાંખી તમામ
ભજન સત્સંગમાં હાજરી આપનારની શખ્સોની સામુહિક હત્યા કરવાના ઈરાદાથી અસામાજિક તત્વોએ
બોરમા દવા નાંખી હોવાના આક્ષેપ કરાયા છે. ઘર માલીકે ભજન સત્સંગમા ઉપયોગમાં લેવા માટે
પાણી અગાઉથી ભરી લીધુંુ હતુ જેથી મોટી જાનહાનિ
થતાં ટળી હતી.
ગામના આગેવાનોના જણાવ્યા મુજબ છિકારી ગામની આ બીજી ઘટના છે જેમાં
બોરમા દવા નાંખી હોવાથી સતત બનતી આવી ઘટનાઓથી સ્થાનિક ગામજનોમા પણ ભય ફેલાયો છે. આવી
માનસિકતા ધરાવતા તત્વો આજ દિન સુધી પકડી શકાયાં ન હોવાથી ગામજનોની ચિંતા વધી ગઈ છે
આરોગ્ય તંત્ર દ્વારા બોરના પાણીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલી અપાયા હતા જેમાંથી
બે સેમ્પલના રિપોર્ટમાં પીવાલાયક પાણી ન હોવાનુ જણાવાયુ છે.
જ્યારે અન્ય એક પાણીના સેમ્પલનો રિપોર્ટ બાકી છે. પાણીમાં ઝેરી
દવા ભેળવાઇ કે કે નહીં તે ટૂંક સમયમાં જાણવા મળશે ત્યારે આરોગ્ય તંત્ર દ્દારા પાણીના
બોર ઉપર બોર્ડ લગાવવામાં આવ્યુ હતું કે બોરનુ પાણી પીવાલાયક નથી જેથી કોઇએ આ પાણીનો
ઉપીયોગ કરવો નહી.
[ad_2]
Source link
Leave a Reply