[ad_1]
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન વીજવપરાશના યુનિટના સ્લેબમાં વધારો ન કરતું હોવાથી મહિને ૨૦૦ યુનિટ જ વીજળીનો વપરાશ કરનારા ગ્રાહકોએ યુનિટદીઠ રૃ. ૭.૦૯ જેટલો ઊંચો ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ રીતે વીજ બિલમાં સરેરાશ ૧૫ ટકાનો વધારો આવી ગયો છે. બીજીતરફ ગુજરાત વીજ નિયમન પંચ એવો દાવો કર્યા કરે છે કે તેણે વીજ વિતરણ કંપનીઓને પાંચ વર્ષમાં કોઈ જ ભાવ વધારો આપ્યો નથી. તેની સામે ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ વીજદરમાં આડકતરો વધારો કરી આપ્યો છે. વીજદરની બાબતમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતની વીજળી સૌથી મોંઘી છે. પંજાબર રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને આન્ધ્ર પ્રદેશમાં ગુજરાત કરતા સસ્તી વીજલી મળે છે. મહરાષ્ટ્રમાં યુનિટદીઠ ચાર્જ રૃા. ૮.૩૬ જેટલો ઊંચો છે. સામાન્ય રીતે વીજ વપરાશના યુનિટ પર ઇલેક્ટ્રીસિટી ડયૂટી લાગવી જોઈએ. તેને બદલે ગુજરાત સરકારની વીજ કંપનીઓ સંપૂર્ણ બિલની રકમ પર ઇલેક્ટ્રીસિટી ડયૂટી વસૂલીને લૂંટ ચલાવી રહી છે.
આજે ગુજરાતમાં યુનિટદીઠ વીજળી માટે એફપીપીપીએનો ચાર્જ રૃ. ૨.૨૦નો લેવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી દર ત્રણ મહિને વીજ વિતરણ કંપનીઓને યુનિટદીઠ આપોઆપ જ વધારો કરી દેવાની છૂટ આપવામાં આવી છે. પરિણામે યુનિટે ૧.૬૦ થી રૃ. ૨.૦૦નો વધારો તો આવી જ ગયો છે. તદુપરાંત એટલે કે ૧૦ પૈસાથી પણ વધુ રકમનો વધારો જોઈતો હોય તો તેમણે જર્ક પાસેથી મંજૂરી મેળવીને વધારો કરી શકે છે. જર્કે આ પ્રકારે પણ વીજદરમાં વધારો કરવાની અનુમતી આપી જ છે.
એફપીપીપીએના ચાર્જ દેશના તમામ રાજ્ય કરતાં ગુજરાતમાં વધારે છે. વીજ વપરાશના ચાર સ્લેબ છે. તેમાં યુનિટદીઠ રૃ. ૩.૦૫થી રૃ. ૫.૨૦ સુધી લેવાય છે. તેના ઉપરાંત યુનિટે એફપીપીપીએ-ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ યુનિટે રૃ. ૨.૧૦ વસૂલવામાં આવે છે. અત્યારે વીજ નિયમન પંચે યુનિટદીઠ રૃ. ૨.૨૦થી વધારે લેવાની છૂટ આપી નથી. બીજું, વીજ વપરાશના ચાર્જ પર જ ઇલેક્ટ્રિસિટી ડયૂટી ભરવાની હોય છે. તેને બદલે વીજવપરાશ ઉપરાંત મીટર ચાર્જ સહિતના અન્ય તમામ ચાર્જનો સરવાળો કરીને તેના પર ઇલેક્ટ્રિસિટી ડયૂટી વસૂલવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ખોટી અને ગ્રાહકોને નુકસાન કરાવનારી સાબિત થઈ રહી છે. છતાંય જર્ક કંપનીઓની જ તરફેણ કરતું આવ્યું છે.
રહેઠાણના વીજવપરાશકારોનો માસિક વીજ વપરાશ ૨૦૦ યુનિટ જ હોય તો તેમણે યુનિટદીઠ રૃ.૭.૦૯ ચૂકવવા પડી રહ્યા છે. તેમનો વીજ વપરાશ વધતો જાય તેમ તેમ વીજયુનિટદીઠ ચાર્જ વધીને યુનિટે રૃ. ૭.૫૯ સુધી જાય છે.
(દોઢ કોલમ બોક્સ)
સ્લેબ મહિને યુનિટ યુનિટદીઠ ભાવ
સ્લેબ-૧ ૦થી ૫૦ યુનિટ રૃ. ૩.૦૫
સ્લેબ-૨ ૫૧થી ૧૦૦ યુનિટ રૃ. ૩.૫૦
સ્લેબ-૩ ૧૦૧થી ૨૫૦ યુનિટ રૃ. ૪.૧૫
સ્લેબ-૪ ૨૫૧થી વધારે યુનિટ રૃ. ૫.૨૦
(બે કોલમ બોક્સ)
વીજદર મહિનાના યુનિટ મહિનાના યુનિટ મહિનાના યુનિટ
200 300 400
ફિક્સ ચાર્જ રૂ. ૭૦ રૂ. ૭૦ રૂ. ૭૦
વીજ બિલ રૂ. ૭૪૩ રૂ. ૧૨૧૦ રૂ. ૧૭૩૦
સરવાળો રૂ. ૮૧૩ રૂ. ૧૨૮૦ રૂ. ૧૮૦૦
યુનિટદીઠ ચાર્જ રૂ. ૩.૯૪ રૂ.૪.૨૭ રૂ. ૪.૫૦
એફપીપીપીએ રૂ. ૪૨૦ રૂ. ૬૩૦ રૂ. ૮૪૦
કુલ રૂ. ૧૨૩૩ રૂ. ૧૯૧૦ રૂ. ૨૬૦૦
વીજ કર (૧૫ ટકા) રૂ. ૧૮૫ રૂ. ૨૮૭ રૂ. ૩૯૬
કુલ વીજબિલ રૂ. ૧૪૧૮ રૂ. ૨૧૯૭ રૂ. ૩૦૩૬
યુનિટદીઠ ચાર્જ થયો રૂ. ૭.૦૯ રૂ. ૭.૩૨ રૂ. ૭.૫૯
[ad_2]
Source link
Leave a Reply