મતપેટીમાં બંધ કચ્છની ૩૬૧ પંચાયતોનું ભવિષ્ય આજે ખૂલશે

[ad_1]

ભુજ,સોમવાર 

કચ્છમાં  ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૭૩.૯૮ ટકા મતદાન થયા બાદ તા.૨૧ના મતગણતરી યોજાતા ૩૬૧ પંચાયતોનું ભવિષ્ય નક્કી થશે. જિલ્લાના ૧૦ તાલુકા માથકોએ મતગણતરી હાથ ધરાશે. મતદાન માથકો બહાર મેળા જેવો માહોલ સર્જાશે જેાથી તંત્ર દ્વારા પુરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ૩૬૧ ગ્રામ પંચાયતોની ૬૬૫૩૩૩ મતદારોમાંથી ૪૯૨૨૦૭ મતદારોએ પોતાના મતાદિાધકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૬ની ચૂંટણીમાં ૭૩.૪૫ ટકા મતદાનની સાપેક્ષે આ વખતની ચૂંટણીમાં ૭૩.૯૮ ટકા મતદાન થયું હતું. જિલ્લામાં ૪૭૮ પૈકી ૧૧૭ બેઠક સમરસ બિનહરીફ થયા બાદ  કરાયેલી ચૂંટણીમાં ૮૯૫ અને સભ્યપદના ૪૭૪૭ મળી ૫૬૪૨ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં કેદ થયું હતું. જે મંગળવારે થનારી મતગણતરીમાં બહાર આવશે. ત્યારે તાલુકા માથકોએ થનારી મતગણતરી સેન્ટરો બહાર મેળવાજેવો માહોલ જોવા મળશે. પંચાયતની ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલેટ પેપરાથી મતદાન થયું હોવાથી મોટી ગ્રામ પંચાયતોના પરીણામ આવવામાં સમય લાગશે. બીજીતરફ જીતનો આત્મવિશ્વાસ ધરાવતા ઉમેદવારોએ ફટાકડા,મીઠાઈ વગેરે ખરીદીને અત્યારાથી ઉજવણીની તૈયારી શરૃ કરી દિાધી છે. ઉલ્લેખનીય છે કે,  જિલ્લામાં પુરૃષોથી મતદાનની ટકાવારી ૭૬.૦૨ તો મહિલાઓની મતદાનની ટકાવારી ૭૧.૮૩ ટકા નોંધાઈ હતી.  

રાપર ખાતે મત ગણતરી માટે તંત્રએ તૈયારી પૂર્ણ કરી

આવતી કાલે રાપર મોડર્ન સ્કૂલ ખાતે ૪૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે તે અંગે વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છેઆ અંગે રાપર ચુંટણી માટે ખાસ નોડેલ અિૃધકારી ડી. પી રાઠોડ એ જણાવ્યું હતું કે રાપર તાલુકા ની ૪૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને આવતી કાલે મતગણતરી હાથ ધરવામાં આવશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *