મંત્રીઓની ઓફિસોમાં CM ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝિટ, હાજર લોકોને પૂછ્યા પ્રશ્નો – chief minister bhupendra patel visited cabinet minister’s office

[ad_1]

હાઈલાઈટ્સ:

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાએક લીધી સ્વર્ણિમ સંકુલની મુલાકાત.
  • મંત્રીઓ પ્રજાના દિવસે હાજર છે કે નહીં તે જોવા માંગતા હતા CM.
  • ઓફિસોની બહાર ઉભેલા સામાન્ય લોકોને પણ પ્રશ્નો પૂછ્યા.

ગાંધીનગર- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાએક કેબિનેટ મંત્રીઓની ઓફિસોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધી ભાગ્યે જ કોઈ મુખ્યમંત્રીએ આ પ્રકારે પોતાની જ સરકારના મંત્રીઓની આકસ્મિક મુલાકાત લીધી હશે. તેમણે મંત્રીઓ પાસેથી વિવિધ કામો અને વિવિધ પ્રશ્નોના ઉકેલને લગતી ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીની આ પ્રકારની સરપ્રાઈઝ વિઝિટની ચર્ચા માત્ર સચિવાલયમાં જ નહીં, અધિકારી વર્ગમાં પણ થઈ રહી છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર, 10 ડિસેમ્બરે થશે મતદાન
નોંધનીય છે કે મહારાષ્ટ્રથી અલગ થઈને ગુજરાત જ્યારે અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અમદાવાદ અથવા ગાંધીનગર સ્થિત સચિવાલયમાં લગભગ દરેક અઠવાડિયાના સોમવાર અને મંગળવારે લોકો, સમાજાના આગેવાનો, ધારાસભ્યો- સાંસદો તેમના મત-વિસ્તારના કામો માટેની રજૂઆત કરવા મંત્રીઓની મુલાકાત કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ એક એવી છાપ ઉભી થઈ રહી હતી કે મંત્રીઓ આ બે દિવસોમાં પણ ગેરહાજર રહે છે, અને હાજર હોય તો પણ લોકોના કામો સંતોષકારક રીતે પૂરા નથી થતા. આ વાતોનો ખુલાસો કરવા 22મી તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે સ્વર્ણિમ સંકુલ- 1માં બેસતા તમામ મંત્રીઓની ઓફિસોમાં પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત મંત્રીઓ માટે પણ આશ્ચર્યજનક હતી.

એકાએક મુખ્યમંત્રી આવી પહોંચતા સ્વર્ણિમ સંકુલમાં સન્નાયો છવાઈ ગયો હતો. તેમની આ મુલાકાત દરમિયાન મોટાભાગના કેબિનેટ મંત્રીઓ પોતાની કેબિનમાં હાજર હતા. બે મંત્રીઓ ગેરહાજર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, પૂર્ણેશ મોદી સુરતમાં એક કાર્યક્રમમાં વ્યસ્ત હતા તેમજ કિરિટસિંહ રાણા જમવા ગયા હતા. આ સિવાય મોટાભાગના મંત્રીઓ હાજર હતા.

બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા જાહેર, હવે 13 ફેબ્રુઆરી 2022ના રોજ લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ સાથે તેમના વિભાગોની સમસ્યાઓની, અધિકારીઓના વાણી-વર્તનની મૌખિક જાણકારી મેળવી હતી. આટલુ જ નહીં, મંત્રીઓની કેબિનની બહાર ઉભેલા સામાન્ય લોકોને પણ પ્રશ્નો કર્યા હતા. તેમના શું પ્રશ્નો છે, મંત્રીઓ તેમની સાથે કેવું વર્તન કરે છે, તેમના કામ થાય છે કે કેમ, સંતોષકારક જવાબ મળે છે કે નહીં, મંત્રીઓ બાબતે કોઈ ફરિયાદ છે? વગેરે પ્રશ્નો તેમણે સામાન્ય નાગરિકોને કર્યા હતા.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *