ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાના મહત્વનો સમગ્ર વિશ્વમાં નેધરલેન્ડનો યુવાન કરે છે પ્રચાર

[ad_1]

સુરત, તા. 17 ડિસેમ્બર 2021 શુક્રવાર

આધુનિક સમયમાં કસરતનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તેમાં પણ લોકો જીમિંગના વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે. આ વચ્ચે શહેરમાં એવા નેધરલેન્ડના એક પ્લેયરે મુલાકાત લીધી છે. જે ભારતીય સંસ્કૃતિમાં મલખમ અને તેમાં વપરાતી ગદાનું મહત્વ સમગ્ર વિશ્વમાં સમજાવી રહ્યા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી એક મહિનો ભાવનગરના રાજા પાસે ગદાની અવનવી કસરત શીખવા માટે ખાસ ભારત આવે છે અને આ એક મહિનો તેઓ ભારતના અલગ અલગ શહેરોની મુલાકાત પણ લેતા હોય છે.

પ્રાચીન કાળથી ભારતીય વ્યાયામ પદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી (મલ્લવિદ્યા) પ્રચલિત છે. કુસ્તી માટે શરીરને તૈયાર કરનાર કસરત-પ્રકારોમાં મલખમનો વ્યાયામ શ્રેષ્ઠ અને લોકપ્રિય પ્રકાર ગણાય છે. ભારતના પરંપરાગત રીતે ચાલતા અખાડામાં વ્યાયામશાળામાં મલખમને અવશ્ય સ્થાન છે. ત્યારે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા આ મલખમની વિવિધ કસરતો અને તે કસરતોમાં વપરાતા સાધનો ખાસ કરીને ગદાને નેધરલેન્ડના એક પ્લેયર હરબર્ટ એગબર્ટને ખૂબ જ પ્રિય છે અને તેથી જ તેઓ દર વર્ષે ભારત આવે છે.

આ અંગે હરદેવસિંહ રાણાએ કહ્યું કે”હરબર્ટ નેધરલેન્ડના આર્મ્સલેન્ડમાં રહે છે. ભારતીય સંસ્કૃતિમાં ગદાનું જે કલચર છે તેને તેઓ વિશ્વભરમાં પ્રમોટ કરે છે. તેઓ ચાર વર્ષ થી ભારત આવે છે અને અલગ અલગ આખાડાની મુલાકાત લે છે અને ત્યાં કઈ નવું હોય તે તેઓ શીખે છે .અને તેમની પાસે કંઈ હોય તે શીખવાડે છે. ગદાનું કલ્ચર તેઓએ ઓનલાઈન જોયું હતું અને તેનો સર્વે કરવા ભારત આવ્યા હતા. અમારા ભાવનગર ના રાજા જયવીર રાજસિંહ ગોહિલ હજુ પણ જુના જમાના ના જે મલખમ ના અખાડા છે. તેમાં જ કસરત કરે છે.અને તેમની પાસે હજુ જુના ઘણા સાધનો છે. તેથી હરબર્ટ સૌપ્રથમ ભાવનગર આવેલા અને છેલ્લા ચાર વર્ષ થી તેઓ ભારત દોઢ મહિનો આવે જ છે અને અલગ અલગ જગ્યા એ જાય છે પરંતુ શરૂઆત ભાવનગર થી કરે છે. આ વખતે તેઓ સુરત અને ત્યારબાદ વારાણસી ગયા છે.

સુરત આવેલ હરબર્ટ એગબર્ટએ કહ્યુ કે” મને મલખમ અને તેની કસરતો ખબુજ ગમે છે અને ગદા નું કલચર પણ ઘણું જ સારું છે. સુરત માં પણ ઘણા જુના અખાડા છે. જેની મુલાકાત હું લઈશ. અત્યારે હું ગીતા જયંતિ ના કાર્યક્રમ મા અને ખાટું શ્યામ મંદિર ના દર્શન માટે આવ્યો છું. ભાવનગર ના રાજા જયવીર સિંહ ગોહિલ, હરદેવ સિંહ રાણા અને સુરત થી રાહુલભાઈ શર્મા નો મને સારો સહકાર મળ્યો છે. હવે હું અહીં થી વારાણસી જઈશ અને ત્યાં પણ હું ભારતીય સંસ્કૃતિ ને જાણીશ અને તેને પ્રમોટ કરીશ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *