ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ ભરૂચ તાલુકા ભાજપના લઘુમતી સેલના પ્રમુખ સામે લૂંટની ફરીયાદ

[ad_1]

ભરૂચ : દયાદરા ગામમાં ગઈકાલે સાંજે બે પક્ષ વચ્ચે બોલચાલ બાદ મારામારી થઈ હતી. બુલેટ હટાવવાની બાબતે થયેલા ઝઘડામાં બે શખ્સો સામે એટ્રોસીટી અને લૂંટની ફરીયાદ દાખલ થઈ છે.  બીજી બાજુ ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મણીલાલ વસાવા તેમજ ભરૂચ તાલુકા ભાજપના લઘુમતી સેલના પ્રમુખ સામે પણ લૂંટની તેમજ જાનથી મારી નાંખવાની ફરીયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ઉહાપોહ થયો છે.

ભરૂચ તાલુકાના દયાદરા ગામમાં થયેલા ઝઘડામાં બંને પક્ષ સામે ફરીયાદ નોંધાઈ છે. જેમાં મોંહમદ અઝીઝ શબ્બીર હુસેન  દુધવાલાએ આપેલી ફરીયાદ અનુસાર, રવિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં હું મારી દુકાને હતો ત્યારે મણીલાલ વસાવાનો ફોન આવ્યો હતો. ફોન પર મને ગાળો બોલી તું ક્યાં છે તેમ કહી  અને ગમે તેમ અપશબ્દો બોલી ફોન મુકી દીધો હતો. ત્યારપછી પાંચેક મીનિટ રહીને મણીલાલ વસાવા, તેનો પુત્ર રાહુલ, રવિચંદ વસાવા, તેનો પુત્ર બળદેવ અને અન્ય લોકો ધસી આવ્યા હતાં. મણીલાલે તેના હાથમા રહેલી છરીથી મારા પેટમાં મારવાની કોશિશ કરી હતી. પરંતુ મેં હાથ વચ્ચે લઈ લેતા મારા જમણા હાથમાં છરીના ઘા વાગ્યા હતાં. તેમની સાથે આવેલા જાવીદ રૂ઼ડી ઉર્ફે રાજુએ મને ઢીકા પાટુનો માર માર્યો હતો. રવિચંદે તેના હાથમા રહેલી લાકડીનો સપાટો મારા માથામાં મારી દીધો હતો. જાવીદ અને મણીલાલે માર મારતા અન્ય લોકોને કહ્યુ કે, તેના ગલ્લામાં જે કાંઈ પૈસા હોય તે લઈ લો. તો મારવા આવેલાએ મારી દુકાનમાંથી  આશરે આઠેક હજાર રૂપિયાની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતાં. ત્યારપછી અડધો કલાક રહીને જાવીદ અને મણીલાલ ફરી મારી દુકાને આવ્યા હતાં. તેઓ મને ધમકી આપીને ગયેલા કે તમે લોકો કેવા ઈલેકશન લડો છો તે અમે જોઈ લઈશું  પંદર દિવસમાં તારૂ કે તારા ભાઈનું ખુન  કરી નાંખીશું. આ સમગ્ર ઘટના મારી દુકાનમાં મુકેલા સીસીટીવી કેમેરામાં આવી છે.

બીજી બાજુ મણીલાલ વસાવાએ અજરૂદ્દીન ડેરીવાલા અને તેમના ભાઈ સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ અનુસાર રવિવારે સાંજે સાડા પાંચેક વાગ્યે મારો પિતરાઈ ભાઈ ઠાકોર મારી પાસે આવેલો અને મને  કહેવા લાગ્યો હતો કે, ફાટક પાસે આપણા ગામનો અજરૂદિન ડેરીવાલાની બુલેટ હું ઢોર લઈને પડી ત્યારે રસ્તામાં હતી. મેં તેને હટાવવાનું કહેતા મને ગાળો બોલી જાનથી  મારી નાંખવાની ધમકી આપી છે. જેથી હું મારા પિતરાઈ ભાઈને લઈને અજરૂદ્દિનની દુકાને ગયો હતો. મારા ભાઈને કેમ ગાળો બોલે છે તેમ કહેતા અજરૂદ્દિને મને પણ ગાળો આપી મારી ફેંટ પકડી લીધી હતી. ત્યારપછી અજરૂદ્દિનનો ભાઈ મિન્હાજે આવી  મને જાતિ વિષયક ગાળો બોલવા લાગ્યો હતો અને અમને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતાં. મારા ગળામાં મારા છોકરાની સોનાની ચેઈન હતી તે ખેંચી લીધી હતી. આસપાસના લોકોએ દોડી આવી મને માર માંથી બચાવ્યો હતો.

આ ઘટનામાં જેની સામે લૂંટ અને જાનથી મારી નાંખવાની ફરીયાદ થઈ છે તે સાત વ્યકિતઓ પૈકી મણીલાલ વસાવા ભરૂચ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે અને જાવીદ રૂડી ભરૂચ તાલુકા ભાજપનાં લઘુમતી મોરચાનો પ્રમુખ છે. જેથી તેમની સામે ફરીયાદ નોંધવા પોલીસે ગલ્લા તલ્લા કર્યા હતાં. ફરીયાદી સીસીટીવી ફુટેજ હોવાની વાત કરતા આખરે પોલીસે ફરીયાદ દાખલ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *