[ad_1]
ભરૂચ: નર્મદા નદીમાંથી છેલ્લા ચાર મહિનાથી મૃતદેહ મળવાનો સિલસિલો આ મહિનામાં પણ યથાવત રહ્યો છે. આજે ભરૂચમાં નર્મદા નદીમાં બે અલગ અલગ સ્થળોએથી બે મૃતદેહ મળી આવ્યા હતાં. જે પૈકી એક મૃતદેહ ગડખોલના વ્યકિતનો હોવાનું બહાર આવ્યુ છે. જ્યારે બીજાના વાલી વારસની શોધખોળ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં કસક ગુરૂદ્વારા પાસે આવેલા નર્મદા નદીના કિનારાથી અને તેની સામે છેડે અંકલેશ્વર બાજુ કોવિડ સ્મશાન પાસે આવેલા નર્મદા કાંઠેથી યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદા નદીમાંથી મૃતદેહ મળી આવે છે. આજે એક સાથે બે મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અંકલેશ્વર પાસે મળેલો મૃતદેહ રાજપીપળા રોડ, ગડખોલ,વસંત વિહાર સોસાયટી માં રહેતા મોહિત ચંદ્રશેખર કાપરીનો હોવાનું બહાર આવ્યુ છે. વાલીવારસોએ મૃતદેહને ઓળખી બતાવ્યો છે. પોલીસે મોત પાછળનું કારણ જાણવા અને અન્ય મૃતદેહ કોનો છે તે જાણવા તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link
Leave a Reply